ઓગસ્ટ મહિનામાં ટ્રાફિક નિયમ તોડનારા પાસેથી 5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો
Live TV
-
રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા અને જોખમી વાહન વ્યવહાર સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સ્તરે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ રાજ્યવ્યાપી ડ્રાઇવ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના 74,242 કેસો નોંધી રૂપિયા 5.33 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ સાથે જ ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના આદેશથી હવે અયોગ્ય કે ચેડાં કરેલી નંબર પ્લેટવાળા વાહનો સામે ૧૪ ઓક્ટોબર સુધી વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ છે.

ઓગસ્ટ માસની કામગીરીની મુખ્ય વિશેષતાઓ:
-
રોંગ સાઈડ ડ્રાઇવિંગ: જીવલેણ સાબિત થતા રોંગ સાઈડ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી કરી 36,159 કેસ નોંધી કુલ રૂપિયા 3,64,52,000 નો દંડ વસૂલવામાં આવ્યો છે.
-
ઓવર સ્પીડિંગ: મર્યાદા કરતા વધુ ઝડપે વાહન હાંકનારાઓ સામે 38,083 કેસ નોંધી કુલ રૂપિયા 1,69,26,900 નો દંડ વસૂલ કરાયો છે.
-
કુલ દંડ: ઓગસ્ટ માસ દરમિયાન આ બંને ગંભીર ગુનાઓ હેઠળ કુલ 74,242 કેસો નોંધીને કુલ રૂપિયા 5,33,78,900 નો દંડ વસૂલાયો છે.
ગેરકાયદેસર પાર્કિંગ સામે લાલ આંખ:
હાઇવે તથા મુખ્ય માર્ગો પર અડચણરૂપ પાર્કિંગના કારણે સર્જાતા અકસ્માતો રોકવા માટે તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું:
-
નેશનલ હાઇવે પર ગેરકાયદેસર પાર્કિંગના 10,408 કેસ.
-
સ્ટેટ હાઇવે તેમજ અન્ય માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગના 20,813 કેસ.
-
ટ્રાફિકને અવરોધતા વાહનો સામે કુલ 5,078 કેસ કરી 580 વાહનો સામે સીધી જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
૧૪ ઓક્ટોબર સુધી નંબર પ્લેટ સામે વિશેષ ડ્રાઇવ:
રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ, વાહન ચોરી અટકાવવા અને કાયદો-વ્યવસ્થા સુદૃઢ કરવા વાહનની સચોટ ઓળખ અનિવાર્ય છે. કેટલાક વાહનચાલકો દ્વારા નંબર પ્લેટ વગર વાહન ચલાવવું, નંબર પ્લેટ વાળી દેવી, અયોગ્ય ફોન્ટ કે લખાણ લખવું અથવા નંબર પ્લેટ સાથે ચેડાં કરવાનું ગંભીર વલણ જોવા મળે છે.
આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના નિર્દેશથી સમગ્ર રાજ્યમાં તારીખ 01/09/26 થી 14/10/2026 સુધી વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ વાહનોની ઓળખ સુદૃઢ બનાવી ચોરી થયેલાં વાહનો શોધી કાઢવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વાહનોના થતા સંભવિત દુરુપયોગને સંપૂર્ણપણે રોકવાનો છે.
નાગરિકો માટે પોલીસ પ્રશાસનની અપીલ:
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી વી. સાહિત્યાએ નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું છે કે માર્ગ સલામતી એ માત્ર પોલીસતંત્રની જ નહીં પરંતુ પ્રત્યેક નાગરિકની સહિયારી સામાજિક જવાબદારી છે.
-
વાહનમાં આરટીઓના નિયમો અનુસારની માન્ય, સ્પષ્ટ અને યોગ્ય નંબર પ્લેટ લગાવેલી છે તેની ખાતરી કરવી.
-
નંબર પ્લેટ સાથે કોઈપણ પ્રકારના ચેડાં ન કરવા.
-
હંમેશા નિયત સ્પીડ લિમિટમાં વાહન ચલાવવું અને પોતાની નિર્ધારિત લેનમાં જ રહેવું.
-
ક્યારેય પણ રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવું, કારણ કે તે અન્ય નાગરિકોના જીવન માટે જોખમી છે.
ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરી અકસ્માતમુક્ત અને સુરક્ષિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
-