Skip to main content
Settings Settings for Dark

ઓપરેશન સિંદુર”ની સફળતા પર અમદાવાદ પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રિરંગા રેલીનું આયોજન

Live TV

X
  • પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર 16 મે 2025ના રોજ ‘ઓપરેશન સિંદુર’ની સફળતા અને તેમાં સામેલ વીર શહીદોને નમન કરતાં જીતની ખુશીમાં ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .આ આયોજન મંડળ કાર્યાલય અમદાવાદ, ડીઝલ શેડ વટવા, ડીઝલ શેડ સાબરમતી અને કોચિંગ ડીપો કાંકરિયામાં ખૂબ ઉત્સાહની સાથે સંપન્ન થયું. રેલીમાં રેલવે અધિકારીઓ,કર્મચારીઓ, રેલ્વે સુરક્ષા બળ અને ભારત સ્કાઉટ તથા ગાઈડ્સના સભ્યોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. 

    પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, અમદાવાદમાં ત્રિરંગા રેલી મંડળ રેલ પ્રબંધક કાર્યાલયથી શરૂ થઈ નિર્માણ ભવન થઈને સમાપ્ત થઈ. વટવા માં આ રેલી ઇલેક્ટ્રિક લોકો શેડ થી શરૂ થઈને વટવા રેલ્વે સ્ટેશન સુધી કાઢવામાં આવી હતી. આ જ પ્રકારે સાબરમતીમાં ડીઝલ શેડ થી શરૂ થઈને ન્યુ કોલોની, રેલ્વે કોલોની, મુખ્ય માર્ગ, અને રેલ્વે હોસ્પિટલ થઈને વિજય ધ્વજ રેલી આયોજિત કરવામાં આવી હતી . સ્કાઉટ ગાઈડના બેન્ડ, મહિલા પ્રતિભાગીઓ અને બાળકો એ પણ આ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 

    કોચિંગ ડેપો કાંકરિયા ખાતે આયોજિત તિરંગા યાત્રામાં ડેપોના એન્જિનિયરો અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો .આ યાત્રા કોચિંગ ડેપો સિક લાઇન થી શરૂ થઈ હતી અને રેલ્વે કોલોની બી સ્કેલ થઈને એઆરટી /લોકો કાંકરિયા સુધી કાઢવામાં હતી.આ રેલીઓનું નેતૃત્વ અપર મંડળ રેલ પ્રબંધક લોકેશ કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક  મંજુ મીણા, વરિષ્ઠ મંડળ કાર્મીક અધિકારી સિદ્ધાર્થ, વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર  અશોક કુમાર, વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર એસ.પી. ગુપ્તા, વરિષ્ઠ કોચિંગ ડેપો અધિકારી , માનસિંહ મીણા અને એઆરએમ ગાંધીધામ આશિષ ધાનિયાએ કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ, કર્મચારીઓ અને અધિકારીઓમાં દેશભક્તિ અને ઉત્સાહ ફેલાયો હતો. બધાએ "ભારત માતા કી જય", વંદે માતરમ અને જય હિંદના નારા લગાવીને બહાદુર સૈનિકોનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply