કંડલાની આસપાસના વિસ્તારમાં ફરી એક વખત ગેસ ગળતરની ઘટના બની
Live TV
-
કંડલાની આસપાસના વિસ્તારમાં શુક્રવારે ફરી એક વખત ગેસ ગળતરની ઘટના બની હતી
કંડલાની આસપાસના વિસ્તારમાં શુક્રવારે ફરી એક વખત ગેસ ગળતરની ઘટના બની હતી. ઔદ્યોગિક એકમમાંથી વારંવાર ઝેરી વાયુ છોડવામાં આવતા સ્થાનિકોની આંખોમાં બળતરા સહિત શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ હતી. 50થી વધુ લોકોને ગેસ ગળતરની અસર થઇ હતી. આ ઘટનાના પગલે અંજારના પ્રાંત અધિકારીએ GPCBને તપાસના આદેશ આપ્યા હતા. અંજારના નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને દોષી સામે કાર્યવાહી કરવામાં આવશે.
