કચ્છથી મહેસાણા સુધી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Live TV
-
ગુજરાતમાં આજે 7મી સપ્ટેમ્બરે હવામાન વિભાગે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે અહીં પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા પણ છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યની નજીક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેનો સીધો પ્રભાવ ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. મોડી રાતથી વહેલી સવારે વરસાદનું જોર ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં નોંધાયું છે.
તે ઉપરાંત પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. એટલે કે કુલ 21 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
