Skip to main content
Settings Settings for Dark

કચ્છના હરામીનાળામાંથી બોટ સાથે બે પાકિસ્તાની શખ્સ ઝડપાયા

Live TV

X
  • જમીન અને પાણીમાં સધન પેટ્રોલિંગ તથા હવાઈ સીમામાં રખાતા કડક નિરીક્ષણ વચ્ચે પંદર દિવસમાં આ ત્રીજી ઘટના ઘટી

    ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી તંગદિલી વચ્ચે એલઓસી પર ભારતે કરેલા ઓપરેશન વચ્ચે કચ્છના હરામીનાળામાંથી બોટ સાથે બે પાકિસ્તાની શખ્સ ઝડપાયા છે. નોંધનીય બાબત છે કે, જમીન અને પાણીમાં સધન પેટ્રોલિંગ તથા હવાઈ સીમામાં રખાતા કડક નિરીક્ષણ વચ્ચે પંદર દિવસમાં આ ત્રીજી ઘટના ઘટી છે. જેમાં કુલ આઠ બોટ પકડાઈ છે. સોમવારે સાંજે પઃ30 કલાકની આસપાસ કચ્છના હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફના જવાનોને શંકાસ્પદ બોટ નજરે પડતા તેને ઘેરી લીધી હતી. જેમાંથી અહમદ અને હમઝા નામના બે પાકિસ્તાની શખ્સો પણ પકડાયા હતાં. હાલ ઝડપાયેલા બંને પાકિસ્તાની શખ્સોની જુદી-જુદી સુરક્ષા એજન્સી દ્વારા સઘન પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply