Skip to main content
Settings Settings for Dark

રાજ્યની 6 વિધાનસભા બેઠક પર કુલ 51.36 ટકા નોંધાયું મતદાન

Live TV

X
  • સૌથી વધુ થરાદમાં 68.95 ટકા અને સૌથી ઓછુ અમરાઇવાડીમાં 31.53 ટકા નોંધાયું મતદાન

    અમદાવાદ શહેરની અમરાઈવાડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગઈકાલે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં સૌથી ઓછુ 31.53 ટકા જેટલું મતદાન નોંધાયુ હતું. ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ધર્મેશ પટેલ વચ્ચે અહીં સીધો જંગ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકથી સાંસદ બનતા આ બેઠક ખાલી પડી હતી

    પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર મતદાન યોજાયું હતું. પેટા ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં 59.87 ટકા જેટલું મતદાન થયું હોવાના અહેવાલ છે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. રાધનપુર બેઠક પર ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઈ વચ્ચે સીધો મુકાબલો છે. 2017ની વિધાનસભા ચૂંટણી વખતે આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. આ બેઠક પર બન્ને રાજકીય પાર્ટીના ઉમેદવારે , પોતપોતાની જીતનો દાવો કર્યો છે. તો રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ, પોતાના વતન વડનગરમાં મતદાન કર્યું હતું

    અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં 61.01 ટકા જેટલું મતદાન થવા પામ્યુ હતું. મતદારોએ, મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી હતી. મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવાર , ધવલસિંહ ઝાલાએ , વતન ધરમડીવાંટામાં , મતદાન કર્યું હતું. તો કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે , વતન માલપુરના હેલોદર ગામે ,પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પછી , બન્ને ઉમેદવારે પોત પોતાની જીતના દાવા કર્યા હતા. 2017માં , આ જ બેઠક પર ,કોંગ્રેસમાંથી ધવલસિંહ ઝાલા , ચૂંટાઈને આવ્યા હતા. પરંતુ ધવલસિંહ ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર , કુલ 2 લાખ 31 હજાર જેટલા , મતદારો છે. મતદારો માટે , 378 મતદાન કેન્દ્રો, ઉભા કરવામાં આવ્યા હતા.

    સરહદી જિલ્લા બનાસકાંઠાની થરાદ બેઠક પર રસાકસી ભર્યો મુકાબલો જોવા મળ્યો હતો. અંદાજીત 68.95 ટકા જેટલું મતદાન થયું હતું. આ બેઠક પર ભાજપમાંથી જીવરાજ પટેલ અને કોંગ્રેસમાંથી ગુબાલસિંહ રાજપૂત મેદાનમાં છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પરબત પટેલ અહીંથી વિજેતા બન્યા હતા.પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં પરબત પટેલ બનાસકાંઠાથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા આ બેઠક ખાલી પડી હતી. બન્ને પાર્ટીઓએ પોત પોતાની જીતના દાવા કર્યા છે. થરાદ બેઠક પર સાંસદ પરબત પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

    મહિસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠક માટે અંદાજીત 47.54 ટકા જેટલું મતદાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે. ભાજપના ઉમેદવાર જીજ્ઞેશભાઈ સેવકે ખાનપુર તાલુકાના ગાંગટા ગામમાં મતદાન કર્યું હતું અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે વિરણીયામાં મતદાન કર્યું હતું. બન્ને ઉમેદવારે પોત પોતાની જીતનો દાવો કર્યો હતો. આ બેઠક પર NCPમાંથી ભરતભાઈ પટેલ પણ મેદાનમાં છે.મતદારો માટે 357 જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply