Skip to main content
Settings Settings for Dark

કચ્છમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

Live TV

X
  • કચ્છના સફેદ રણની ચમક પણ ફિક્કી પડી હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે.

    કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખા. અમિતાભ બચ્ચનના આ સ્લોગન બાદ કચ્છ તરફ આવતા પ્રવાસીઓમાં ધરખમ વધારો થયો હતો. કચ્છનું સફેદ રણ પ્રવાસીઓને આકર્ષવમાં સફળ રહ્યું હતું, પરંતુ આ વર્ષે કચ્છના સફેદ રણની ચમક પણ ફિક્કી પડી હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. કારણ કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેના પાછળ કારણો અનેક હોઈ શકે, પરંતુ આ વર્ષે કચ્છ રણોત્સવ તરફથી પ્રવાઓએ મોઢું ફેરવી લીધું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. અત્યાર સુધી રણોત્સવ ૧લી નવેમ્બરથી શરૂ થતો હતો અને ર૦ ફેબ્રુઆરીની આસપાસ સંપન્ન થતો હતો, પરંતુ આ વખતે તો સમયગાળો વધારીને ૧ર માર્ચ સુધી કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં રણોત્સવ આ વર્ષે પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો ન હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ વર્ષે રણોત્સવની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા ર લાખ ૧૮ હજાર ૭૮૩ છે. જ્યાર ગત વર્ષે ૩ લાખ પર હજાર ૩૪૦ પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧ લાખ ૩૩ હજાર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે રણોત્સવ થકી સરકારને ૧ કરોડ ૭૯ લાખ રર હજાર ૯૭પ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ ઘણી ઓછી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply