કોરોના અસર: ગુજરાતમાં બે સપ્તાહ સુધી શાળા કોલેજ અને સિનેમા હોલ બંધ રાખવાનો નિર્ણય
Live TV
-
જો કે બોર્ડની પરીક્ષાઓ યથાવત્ રહેશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગઇકાલે ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચકક્ષાની બેઠકમાં રાજય સરકારે કોરોના વાયરસ સંદર્ભે લેવાયેલા પગલાંઓની સમીક્ષા કરવામાં આવી છે.
રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોકટર જયંતીરવિએ બેઠક બાદ જણાવ્યું હતું કે રાજયમાં શાળા, કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આજથી બે અઠવાડીયા માટે બંધ રહેશે.
જો કે શિક્ષકો, પ્રાધ્યાપકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને હાજરી આપવાની રહેશે. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજયમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તે કામગીરી યથાવત રહેશે.
આ ઉપરાંત રાજયના સિનેમા ઘરો, સ્વીમીંગ પુલ પણ બંધ રહેશે. રાજયમાં જાહેર સ્થળોએ થુકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જો કોઇ વ્યકિત આ પ્રતિબંધનો ભંગ કરશે તો પાંચસો રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ધ્વારા લેવામાં આવશે. રાજય સરકારે તમામ ધાર્મિક સંસ્થાનોને પોતાના મેળાવડાઓ, ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા અનુરોધ કર્યો છે.
