કચ્છમાં શરૂ થયો રણોત્સવ, ટેન્ટ સિટી આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
કચ્છમાં શરૂ થયો રણોત્સવ, ટેન્ટ સિટી આકર્ષણનું કેન્દ્ર
આજથી કચ્છના ધોરડો ખાતે રણ મહોત્સવને પ્રવાસીઓ માટે ખૂલ્લો મૂકવામાં આવશે. દર વર્ષે અહીં પ્રવાસીઓની ભીડ ઉમટે છે જેના માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આ વખતે પ્લાસ્ટિકનો કચરો ન થાય તે રીતે સફાઈ પણ રાખવામાં આવશે, તેમજ ધોરડોમાં કચ્છી સંસ્કૃતિને રજૂ કરતા પ્રોગ્રામ ડિસેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે. સાથે સાથે ધોરડોની આસપાસ રહેલા પાંચ ગામોમાં 50 જેટલા હોમ સ્ટે ભૂંગા રિસોર્ટ પણ પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં સરકારની ગાઈડ લાઈન મુજબ સંપૂર્ણપણે સીસીટીવી , પાર્કિંગ, ડ્રાઇવર માટેની તમામ સુવિધા રહેશે.
રણોત્સવમાં ટેન્ટ સિટી એક આગવું આકર્ષણ છે જેમાં આશરે 5500થી એક રાતનું ભાડું શરૂ થરૂ થતું હોય છે. માતાનો મઢ, વિજય વિલાસ પેલેસ, આઈના મહેલ, ભુજીયો ડુંગર, કાળો ડુંગર, માંડવી જેવા અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે.
