કચ્છ : લખપતની ખટિયા સાઈટમાંથી મળી આવ્યું 4600થી 5 હજાર વર્ષ જૂનુ સ્મશાન
Live TV
-
હાડપિંજર-હડપ્પા સંસ્કતિથી પણ જૂની સંસ્કૃતિ હોવાનું અનુમાન
પુરાતત્ત્વ વિભાગને કચ્છ માંથી ધોળાવીરા, સિંધુ સંસ્કૃતિ, હડપ્પન સંસ્કૃતિના અનેક અવશેષો મળી ચુક્યા છે. પુરાતત્ત્વ વિભાગ માટે કચ્છ એક મોટું સંશોધન ક્ષેત્ર બની ગયું છે. ત્યારે લખપતના ખટીયા સાઈટમાં ખોદકામ દરમિયાન 4600 થી 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન મળી આવ્યું છે. લખપત તાલુકાના ઐતિહાસિક ડુંગર ઝારાથી પહેલાં આવતા ખટિયા ગામની સીમમાં તલાવડી પાસે ખોદકામ કરતાં 4600થી 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન મળી આવ્યું છે.
3 બંગડેલી પહેરેલી મહિલા હોય તેવું હાડપિંજર મળી આવ્યું
કબ્રસ્તાનમાં એક કંકાલના ડાબા હાથમાં 16 અને જમણાં હાથમાં 3 બંગડેલી પહેરેલી મહિલા હોય તેવું હાડપિંજર મળી આવ્યું છે. નોંધનિય છે કે, 16 ફે્બ્રુઆરીથી પુરાતત્ત્વ વિભાગના દ્રારા આ વિસ્તારમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. સંશોધનકારો હજુ 20 માર્ચ સુધી અહીં જ રોકાઈને વધુ કાર્ય કરાવવાના છે.a
