કચ્છ: BSFના સર્ચ ઓપરેશનને વધુ એક સફળતા
Live TV
-
ક્રિક બોર્ડરમાંથી ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા
કચ્છમાં BSF ના સર્ચ ઓપરેશનને વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. છેલ્લા 24 કલાકમાં ક્રિક બોર્ડર માંથી ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ ડ્રગ્સના પેકેટ અંદાજીત 10 કરોડ રૂપિયાના છે. છેલ્લા ત્રણ દિવસથી ક્રિક બોર્ડરમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કોરી ક્રિક માઉથ બોર્ડર વિસ્તારમાં BSF અને DRI સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
