મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરનું લોકાર્પણ
Live TV
-
વિભાગની વિવિધ યોજનાઓ, સેવાઓ અને કામગીરી પર દેખરેખ રાખવા માટે મદદ મળશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આજે ગાંધીનગરમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ સેન્ટરથી મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ સેવાઓ અને અન્ય કામગીરી તેમજ પ્રગતિ પર દેખરેખ રાખવા માટે મદદ મળશે. આ સેન્ટરથી આંગણવાડી કાર્યકર અને તેડાગરની દૈનિક હાજરી, મુખ્ય સેવિકાની હાજરી સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવી સરળ બનશે.લોકાર્પણના આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી, વિભાવરી બેન દવે, મંત્રી ગણપત વસાવા, મુખ્ય સચિવ ડૉક્ટર જે.એન.સિંહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
