કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લામાં તારાજી, 175 જેટલા રાબડા બંધ કરવા પડ્યા
Live TV
-
શેરડી પલળી જવાને કારણે ગોળ ઉત્પાદકોએ રાબડા બંધ કરવાની ફરજ પડી.
કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લામાં તારાજી થઈ છે. કમોસમી વરસાદને કારણે ગીરમાં ગોળ બનાવવાના 175 જેટલા રાબડા બંધ કરવા પડ્યા છે. જરૂરી બળતણ અને શેરડી પલળી જવાને કારણે ગોળ ઉત્પાદકોએ રાબડા બંધ કરવાની ફરજ પડી છે. દિવાળી પછી ગોળ બનાવવાના 175 જેટલા રાબડા શરૂ થયા હતા.
કમોસમી વરસાદના કારણે રાબડા સંચાલકોને ભારે નુકસાન થયુ છે. શેરડીનો બગાડ અને ગોળનો બગાડ થયો છે. મજૂરને બેઠુ વળતર પણ આપવું પડે છે. જો હવે વરસાદ ન પડે તો પણ બે ત્રણ દિવસ હજુ પણ રાબડા બંધ રહેશે. રાબડા સંચાલકોએ જણાવ્યું છે કે, રાબડાની અંદર આગ સળગાવવા માટે નારીયેળીના પન્ના અને શેરડીના છોતાની જરૂર પડતી હોય છે. કમોસમી વરસાદને કારણે શેરડીના છોતાઓમાં ભેજ જોવા મળી રહ્યો છે, આ કારણોસર જ્યાં સુધી ભેજ દૂર ના થાય ત્યાં સુધી રાબડા ચાલુ થઈ શકશે નહીં.
