Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનની વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠક

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ત્રીજા દિવસે વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠક કરી હતી. આ મિટિંગમાં મુખ્યમંત્રીએ ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર કંપનીના પ્રેસિડન્ટ માસાશી નેગસાવા, મેનેજિંગ ડિરેક્ટર્સ હિરોયુકી નિશાયામા અને માસાકી હોન્ડા સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

    મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં 2030 સુધીમાં 500 ગીગાવોટ રીન્યુએબલ ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના આ લક્ષ્યમાં ગુજરાત અગ્રેસરતાથી યોગદાન આપવા સજ્જ છે. ગુજરાતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા ભારતની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતાના 15.5% જેટલી છે. રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતની ડેડિકેટેડ રિન્યુએબલ પોલિસી-2023 વિશે જણાવ્યું હતું અને રિન્યુએબલ અનર્જી ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓની માહિતી આપી હતી.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓત્સુકા ઈન્ટરનેશનલ કંપનીના વાઈસ પ્રેસિડન્ટ યોસુકે ફુકાસે સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી.

    મુખ્યમંત્રીએ કંપનીના પદાધિકારીઓ સાથેની ચર્ચામાં, લાંબા સમયથી ગુજરાતમાં કાર્યરત ઓત્સુકા ઈન્ટરનેશનલ કંપનીના નવા પ્રોજેક્ટ્સ વિશે વાત કરી હતી. મુખ્યમંત્રીએ કંપનીના પ્રોડક્ટ ઈનોવેશનની સરાહના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ગુજરાતમાં તૈયાર થઈ રહેલા બલ્ક ડ્રગ પાર્ક અને મેડિકલ ડિવાઇસ પાર્ક વિશે પણ વિગતો આપી હતી.

    મુખ્યમંત્રીએ રિન્યુએબલ એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાતમાં રહેલા અપાર અવસરોનો લાભ લેવા આ ઉદ્યોગગૃહોને આમંત્રણ આપ્યું હતું. આ બેઠકમાં સેમિકન્ડક્ટર્સ, બેટરી મેન્યુફેક્ચરિંગ જેવા નવા ઊભરતાં ક્ષેત્રો માટે ગુજરાતમાં અદ્યતન ઈન્ડસ્ટ્રિયલ પાર્ક તૈયાર થઈ રહ્યા છે, તે વિશે પણ ચર્ચા હાથ ધરાઈ હતી.

    વન ટુ વન મીટિંગ્સની શ્રૃંખલામાં મુખ્યમંત્રીએ એર વોટર આઈ.એન.સી.ના ડિરેક્ટર શિગેકી ઓત્સુકા તથા અન્ય પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. કંપનીના પદાધિકારીઓએ મુખ્યમંત્રીને સેમિ કન્ડક્ટર ક્ષેત્રમાં કંપનીની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને ગુજરાત સરકાર સાથે કામ કરવા માટે ઉત્સુકતા પણ દર્શાવી હતી.

    આ વન-ટુ-વન મીટિંગોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કંપનીઓના પદાધિકારીઓને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં સહભાગી થવાનું આમંત્રણ પાઠવ્યું હતું. આ વન-ટુ-વન બેઠકોમાં મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ  રાજકુમાર સહિત ડેલિગેશનના સભ્યો જોડાયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply