કલ્યાણકારી યોજનાઓથી નારીશક્તિ અને સાગરપુત્રોનું સશક્તિકરણ
Live TV
-
રક્ષાબંધન અને નાળિયેરી પૂનમના પવિત્ર પર્વે ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ નારીશક્તિ અને માછીમાર સમુદાયના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ બની રહી છે.
‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ હેઠળ મહિલા સ્વસહાય જૂથોને વ્યાજમુક્ત ધિરાણ આપીને બહેનોને સ્વરોજગાર અને વ્યવસાય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં આવી રહી છે.
બીજી તરફ, ‘સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના’ હેઠળ માછીમારોને ડીઝલ સબસિડી, આધુનિક બોટ, સુરક્ષા સાધનો, ટ્રેકિંગ સિસ્ટમ અને ફિશિંગ હાર્બર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ અને માછીમારોની સુરક્ષા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.મહિલા સુરક્ષા, પોષણ અને આત્મનિર્ભરતા તેમજ સાગરપુત્રોના આર્થિક અને સામાજિક વિકાસ માટેની યોજનાઓ ‘આત્મનિર્ભર અને વિકસિત ગુજરાત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવી રહી છે.
