Skip to main content
Settings Settings for Dark

કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી-સસ્તો, ઝડપી અને સરળ ન્યાય માટે કટિબદ્ધ રાજ્ય સરકાર

Live TV

X
  • કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને સસ્તો, ઝડપી અને સરળ ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. છેવાડાનો માણસ પણ ન્યાયથી વંચિત ન રહે, જરુરીયાતમંદ નાગરીકોને કાનુની સહાય મળી રહે તે માટે આવશ્યક પગલાં લેવામાં આવ્યા છે.

    કાયદામંત્રીએ જણાવ્યું કે રાજ્યના નાગરિકને સસ્તો, સરળ, ઘરઆંગણે ન્યાય મળી રહે તે માટે હાલની સરકાર કટીબધ્ધ છે. આ સરકાર રાજ્યમાં સુસાશન જાળવવાની નીતિ અનુસરીને ન્યાયપાલિકાને વધુ મજબૂત બનાવવા માટેની પ્રતિબધ્ધત્તાથી કામગીરી કરી રહી છે.

    ન્યાયિક પ્રક્રિયા પણ સરળ થાય અને આર્થિક વિવાદોનું ઝડપી નિરાકરણ આવે તે હેતુથી રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષોમાં જે રીતે વિવિધ કાયદાઓ હેઠળ ગુજરાતના લગભગ તમામ તાલુકાઓમાં અને પ્રત્યેક જિલ્લે કોર્ટોની સ્થાપના કરી છે.

    કાયદા મંત્રીએ આજે કાયદા વિભાગનું રૂ.1740 કરોડની જોગવાઇનું અંદાજપત્ર રજૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે વર્ષ 2003-04માં ન્યાયતંત્ર માટેનું બજેટ જે માત્ર 140.19 કરોડ હતું તેમાં આશરે 1241 ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો છે.

    પ્રજાના ન્યાયિક હક્કો માટે જાગૃત આ સરકાર છે અને એટલા માટે જ રાજ્યના નાનામાં નાના તાલુકાથી લઈને મોટા શહેરો સુધી વિશાળ ફલક પર નવી કોર્ટોના બિલ્ડીંગો, તે બિલ્ડીંગોમાં ડિઝીટલાઇઝેશન જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવેલા છે. 

    કાયદા મંત્રીએ જણાવ્યું કે આધુનિક ટેકનોલોજીથી અદાલતોના રેકર્ડનું કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આ કમ્પ્યુટરાઇઝેશનથી વહીવટી પારદર્શિતા આવશે આ માટે રૂ.10.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

    મંત્રીએ જણાવ્યું કે નામ કોર્ટમાં ભરવાપાત્ર કોર્ટ ફી પહેલા રૂબરૂ જઇને લેવી પડતી હતી. જ્યારે આ સરકાર દ્વારા જ્યુડીશીયલ સ્ટેમ્પ ફી ઓનલાઇન મળી રહે તે માટે ઇ-કોર્ટ ફીની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. જેથી પક્ષકારો, વકીલો જ્યુડીશીયલ સ્ટેમ્પ નેટબેન્કીગ, યુપીઆઇ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ વગેરે માધ્યમથી કોર્ટ ફી ઘરે બેઠા જ ખરીદી કરી શકશે.

    મંત્રીએ ડિજિટલાઇઝેશનના ફાયદા અંગે જણાવ્યું કે કોમર્શીયલ કોર્ટના ઓર્ડરો ઓનલાઇન ડિજીટલ સાઇન સાથે મુકવામાં આવે છે. જેથી કરીને હુકમોની પ્રમાણિત નકલો ઓનલાઇન મેળવી શકે છે. રાજ્યની 25 જિલ્લા અદાલત ખાતે સ્ટુડિયોબેઝ વિડિયો કોન્ફરન્સની સુવિધા ચાલુ છે અને અન્ય 7 જિલ્લામાં પણ આ સુવિધા વધારવાની પ્રક્રિયા હાલમાં ગતિમાં છે. તે જ રીતે રાજ્યની 23 જેલોમાં પણ ઇ-કોર્ટ મિશન મોડના માધ્યમ દ્વારા આરોપીઓની હાજરી  નામ અદાલતો દ્વારા નોંધી શકાય તે માટે આધુનિક સુવિધા યુક્ત સ્પીકર અને માઇકની સાથે કેમેરા પુરા પાડેલ છે. જેના કારણે, પક્ષકારોનો સમય અને અવર-જવરનો ખર્ચ બચે છે.

    મંત્રીએ સ્પેશ્યલ કોર્ટોની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે સમયની માંગને અનુલક્ષીને અને બદલાતા ગુનાના પ્રકારો અને ગુનો આચરનારની બદલાતી માનસિકતાને ધ્યાનમાં રાખીને નવા કાયદાઓ ઘડવામાં આવેલ છે. અને તે કાયદા હેઠળના કેસો ઝડપથી ચાલે તે માટે ખાસ કોર્ટોની સ્થાપના કરવામાં આવેલ છે. જેમાં જુદી જુદી સામાજિક સમસ્યાઓને લઇ કાયદાને અનુરૂપ 745 જેટલી કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. વધુમાં, હાલમાં જ નામ. હાઇકોર્ટની દરખાસ્ત અન્વયે નવી 26 કોર્ટોને પોક્સો કોર્ટ તરીકે ડેઝીગનેટ પણ કરવામાં આવેલ છે.

    મંત્રીએ જણાવ્યું કે, પોક્સો એક્ટ હેઠળના કેસોમાં ઝડપી કાર્યવાહી કરવા માટે રાજયમાં ધ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રેન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એકટ, 2012ની સ્પેશ્યલ કોર્ટોની સ્થાપના કરવામાં આવેલ છે તેનાથી બાળકો ઉપર થતા અત્યાચાર અટકાવવા પોક્સો એક્ટ હેઠળ વિવિધ જિલ્લાઓમાં સ્પેશ્યલ કોર્ટોની રચના કરવામાં આવેલ છે તે પૈકી 24 ફાસ્ટટ્રેક એક્ષ્લુઝીવ સ્પેશ્યલ કોર્ટ જેમાં માત્ર પોક્સો એક્ટ હેઠળના કેસોની કાર્યવાહી ચલાવામાં આવે છે અને 11 બીજી એવી કોર્ટોની રચના કરવામાં આવેલ છે, જેમાં પોક્સો એક્ટ અને મહિલાઓ સામેના બળાત્કારના કેસોની કાર્યવાહી ચલાવવામાં આવે છે. 

    મંત્રીએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિના ભાગ એવા કૌટુંબિક વ્યવસ્થામાં વર્તમાન સમયમાં થતા કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર અને સામાજીક, ધાર્મીક અને સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન થાય તે આશયથી એક વ્યવસ્થા ઉભી કરવાના ભાગરૂપે કૌટુંબિક સંઘર્ષોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનુ સરનામુ” યોજનાના અમલ માટે જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ સમિતિનું ગઠન કરવામાં આવશે. 

    તેની સમિતિમાં સભ્ય તરીકે સ્થાનિક કક્ષાના ધાર્મિક, સામાજીક દૃષ્ઠિએ પ્રતિષ્ઠતા અને વર્ચસ્વ ધરાવતા આગેવાનો, સ્થાનિક કક્ષાએ ચુંટાયેલા પ્રતિનિધીનો તથા કાયદાના જાણકાર વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે. આ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનુ સરનામુ” સમિતિ રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ રચના કરવામાં આવશે. તે હેતુથી સને 2022-23 ના અંદાજપત્રમાં રૂ.200 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

    મંત્રીએ તાલુકા કક્ષાએ ન્યાય અંતર્ગત જણાવ્યું કે રાજયમાં 250 ન્યાયિક તાલુકાઓ પૈકી એક માત્ર જોટાણાને બાદ કરતાં રાજયના તમામ તાલુકાઓ ખાતે જે.એમ.એફ.સીની કોર્ટો કાર્યરત છે અને આગામી નાણાકીય વર્ષમાં આ કોર્ટ પણ કાર્યરત થશે. આમ ગુજરાતનો કોઇ પણ ખૂણો ન્યાયિક અદાલતની કાર્યવાહીથી વંચિત નથી. અમદાવાદ જેવા મેટ્રોસીટીથી માંડીને દયાપર-કચ્છ જેવા પડોશી દેશની સરહદને સ્પર્શતા તાલુકાઓમાં પણ અદાલતોની સ્થાપના થયેલ છે. આમ, સરકારનો ઘર આંગણે ન્યાય આપવાનો સંકલ્પ સિધ્ધ થયેલ છે.

    મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત એ લોકઅદાલતોના ઉદ્દગમનું પ્રણેતા રાજય છે. દેશની સર્વ પ્રથમ લોકઅદાલતનું આયોજન ગુજરાત રાજયમાં ઉના ખાતે વર્ષ 1982 માં કરવામાં આવ્યું હતું. લોક અદાલતના માધ્યમથી નાગરિકોને ઝડપથી ન્યાય મળે એ માટે લોક અદાલતો યોજવામાં આવે છે. આ અંતર્ગત 2017 થી 2021 દરમિયાન 44,016 લોક અદાલતો યોજવામાં આવી હતી. જેમાં 9,17,409 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ પક્ષકારોને વળતર રૂપે 11,423.84 કરોડ ચુકવવામાં આવ્યા હતાં.

    મંત્રીએ જણાવ્યું કે ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં સૌપ્રથમ વાર સર્વ શિક્ષાના સંકલ્પથી વંચિત ન રહે તે માટે સિગ્નલ સ્કૂલ બસ શરૂ કરવામાં આવી છે. જેનો હેતુ ફૂટપાથ પર રહેતા બાળકોને પુન: સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે.

    મંત્રીએ જણાવ્યું કે, હાલની પ્રજાલક્ષી અને સમાજના દરેક વર્ગને મદદરૂપ થવા તત્પર રાજ્ય સરકારને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ધારાશાસ્ત્રીઓના કલ્યાણ અર્થે બાર કાઉન્સિલ દ્વારા ધારાશાસ્ત્રીઓના વેલફેરના ફંડ માંથી મૃત્યુ પામતા ધારાશાસ્ત્રીના પરિવારજનોને મૃત્યુસહાય આપવામાં આવે છે. તેમજ ગંભીર પ્રકારની બીમારીમાં ધારાશાસ્ત્રીઓને માંદગીસહાય આપવામાં આવે છે. સને 2022-23ના અંદાજપત્રમાં ગુજરાત રાજ્યના ધારાશાસ્ત્રીઓના વેલફેર ફંડ અર્થે રૂ.6 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

    મંત્રીએ જણાવ્યું છે કે ગત વર્ષ 2021-22 માટે ન્યાયતંત્રના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે કુલ રૂ.355.97 કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી હતી. તેજ પ્રમાણે આગામી વર્ષ 2022-23 માટે રૂ.355.60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં, માળખાકિય સુવિધા ઉભી કરવામાં આવશે. 

    મંત્રીએ જણાવ્યું કે, ચેરીટીતંત્રમાં રેકર્ડ ડિઝિટલાઈઝેશનની કામગીરીથી આશરે 4 કરોડ ડોક્યુમેન્ટ્સનું ડિઝિટલાઇઝેશન કરવામાં આવેલ છે. કોઇપણ ટ્રસ્ટી પોતાના ટ્રસ્ટ અંગેની માહિતી કે ટ્રસ્ટની વિગતો માત્ર એક આંગણીના ટેરવે મેળવી શકે છે. ચેરીટીતંત્રના પેન્ડીંગ કેસોના નિકાલ અંગે નિકાલ ઝુંબેશ હાથ ધરી છેલ્લા એક વર્ષમાં આશરે ૨૨૬૦૫ જેટલા તકરારી - બિનતકરારી કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

    મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના યુવાનોને કાયદાનું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મળી રહે તે માટે રાજયના પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની સ્થાપના સને-2004 માં કરવામાં આવી છે. આ યુનિવર્સિટીમાં હાયર સેકન્ડરી પછી 5-વર્ષના ઇન્ટીગ્રેટેડ સ્નાતક કક્ષાના કાયદાની પદવી જેવી કે બી.એ., એલ.એલ.બી. (ઓર્નર્સ), બી.કોમ., એલ.એલ.બી. (ઓનર્સ) તથા બી.એસ.સી., એલ.એલ.બી.(ઓર્નર્સ) તેમજ અનુસ્નાતક પદવી અને ઉચ્ચ ક્ક્ષાના કાયદાનું શિક્ષણ આપવામાં આવે છે જી.એન.એલ.યુ. જેવી સંસ્થાની મદદથી વિદ્યાર્થીઓને સારા અધિવક્તા તેમજ સારા ન્યાયાધીશ બનવાની પ્રેરણા મળે છે. કાયદા વિભાગની આ માંગણીઓને વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply