Skip to main content
Settings Settings for Dark

સરકાર અને પ્રજા વચ્ચે સેતુની ભુમિકા અદા કરતું માહિતી વિભાગ

Live TV

X
  • સરકાર અને પ્રજા વચ્ચે "સેતુ”ની ભુમિકા ભજવતા માહિતી વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં અત્યંત પાંડિત્યપૂર્ણ ઢબે સહભાગી થતા આજે વિધાનસભા ગૃહમાં મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વેદભાષા સંસ્કૃતમાં ''ભારત'' શબ્દને સંધિવિગ્રહની દૃષ્ટિએ મૂલવીએ તો ''ભા'' એટલે જ્ઞાન અને ''રત'' એટલે પ્રકાશ. ભારતનો અર્થ જ છે, જ્ઞાનરૂપી પ્રકાશ. અહીં, આ રાષ્ટ્રના નામની વિભાવના સાથે સમાંતરે ચાલતો વિભાગ એટલે રાજ્યનો માહિતી વિભાગ. 

    જે વિભાગ શબ્દ ‘’બ્રહ્મ’’ ની ઉપાસના કરવાની સાથે ગાંધીજીના 'નાગરિક પત્રકારત્વ'ની નેમ ઉપર ચાલતો હોય તે સ્વાભાવિક જ સરકાર-વિપક્ષનો મત યોગ્ય રીતે રજૂ કરવાની સાથે સાંપ્રત વિષયોની નુક્તેચીની પણ સારી પેઠે કરી જ શકે. ‘’સંવાદ’’ના અભાવે કોઈ ગેરમાર્ગે દોરાઇ જ જાય તેની પૂરતી સાવચેતી રાખીને માહિતી અને પ્રસારણ વિભાગ રાજ્યની તમામ બાબતોને સચોટતાથી રજુ કરે છે. આજે જયારે સમગ્ર વિશ્વ ''ગ્લોબલ વિલેજ''માં પરિવર્તિત થઇ ગયું છે. ત્યારે વિશ્વના કોઈપણ ખૂણે ચાલતી ગતિવિધિઓ આંગળીના ટેરવે છે. આ પરિસ્થિતિમાં માહિતીનો પ્રભાવી અને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં માહિતી વિભાગની કામગીરી કાબિલે-દાદ છે.

    સરકાર અને પ્રજા વચ્ચે "સેતુ”ની ભુમિકા ભજવતા માહિતી વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થયા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, આમ તો આ નાનો પરંતુ સતત પ્રવૃત્ત વિભાગ છે. સરકારના વિઝન અને મિશનને લોકો સુધી પહોંચાડી નાનામાં નાના લોકોપયોગી અપડેટ્સથી માંડીને મોટા-મોટા નિર્ણયો ત્વરિત જન-જન સુધી પહોંચાડવાનું ઉત્તમ કામ આ વિભાગ કરે છે. 

    ગુજરાતની વિકાસયાત્રાની છબી દેશ અને દુનિયામાં ઉજાગર કરવાની દિશામાં ગુજરાત અને પ્રત્યેક ગુજરાતીના ગૌરવને સુપેરે રજૂ કરવામાં માહિતી વિભાગની ભૂમિકા અત્યંત સરાહનીય રહી છે. આજે રાજ્યનો પ્રત્યેક નાગરિક ગુજરાતની વિકાસયાત્રાથી સંતુષ્ટ છે. દેશ અને દુનિયાના લોકો ગુજરાત અને ગુજરાતીઓને સન્માનપુર્વક જૂએ છે. ગુજરાતની છબી ઉજાગર કરવાનો જો કોઈને શ્રેય આપવાનો હોય તો તે નિઃસંદેહપણે માહિતી ખાતા અને એની કર્મઠ અને નિષ્ઠાવાન ટીમને આપવાનો રહે છે, તેમ શ્રી ત્રિવેદીએ ઉમેર્યું હતું.

    તેમણે ઉમેર્યું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ‘ ગુજરાત મારો આત્મા, ભારત મારો પરમાત્મા’ મંત્રને માહિતી ખાતાની અસરકારક અને પરિણામલક્ષી કામગીરીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઊર્જાવાન સરકારે સુપેરે સિધ્ધ કર્યો છે. પરંપરાગત માધ્યમથી માંડીને પ્રિન્ટ મીડિયા, દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી માંડીને ઈન્ટરનેટ, ન્યુ મીડિયા અને ફેસબુકથી માંડીને યુ-ટ્યુબ સુધી સોશિયલ મીડિયા દ્વારા તમામ પ્રચાર-પ્રસારના સાધનોનો સમૂચિત ઉપયોગ કરીને રાજ્યનું માહિતી ખાતું જનતાને વિકાસલક્ષી યોજનાઓ અને જનહિતને વરેલી આ રાજ્ય સરકારના મહત્વપૂર્ણ કાર્યક્રમોની જાણકારી સમયસર, ઝડપથી અને વિશ્વસનીય રીતે પૂરી પાડે છે.

    મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, જનતાના પ્રશ્નો તેમના દ્વારે ઉકેલતા સેવાસેતુ કાર્યક્રમ હોય કે, વચેટિયાઓને નાબૂદ કરી મળવાપાત્ર લાભ હાથો હાથ પહોંચાડતા ગરીબ કલ્યાણ મેળા હોય, ખેડૂતોને તેમની જમીન અને પાકની મહત્વની જાણકારી આપતા કૃષિ મેળા હોય કે, સો ટકા નામાંકન - રજિસ્ટ્રેશનની નેમ સાકાર કરવા માટેનો શાળા પ્રવેશોત્સવ હોય : તેના અસરકારક પ્રચાર-પ્રસાર દ્વારા જનતાને સંપૂર્ણ રીતે તેનો લાભ મળે તે દિશામાં માહિતી ખાતુ અસરકારક કોમ્યુનિકેશન કરે છે. પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા અને આધુનિક યુગના નવા માધ્યમોનો સુયોગ્ય સમન્વય સાધી રાજ્ય સરકારની જનહીતલક્ષી કલ્યાણકારી યોજનાઓની વિગતો અને માહિતી સતત, સઘન અને સતર્ક રીતે પહોંચતી કરી રાજ્યના તમામ નાગરિકો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકે તેવી સ્થિતિનું નિર્માણ કરવાનુ ક્લિયર વિઝન માહિતી ખાતાનું છે.

    રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીને નાગરિકો સુધી બેનમૂન રીતે પહોંચાડવાનું કામ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન સમગ્ર વહીવટી તંત્ર માનવીય જીવન બચાવવા માટે ઝઝૂમતુ હતું એ વેળાએ સરકાર દ્વારા જન જાગૃતિ માટે તથા માનવીય જીવન બચાવવાના જે પ્રયાસો થયા તેની સચોટ અને વિસ્તૃત વિગતો નાગરિકો સુધી પહોંચાડવા માટે વિવિધ માધ્યમોની મદદથી માહિતી વિભાગે અદભૂત કામગીરી કરી છે. 

    મંત્રીએ ઉમેર્યું કે, માહિતી અને પ્રસારણ ખાતા દ્વારા રાજ્ય સરકારની જનહીતલક્ષી મહત્વપૂર્ણ કામગીરીને પ્રજા સુધી પહોંચાડવામાં આવે છે. જનહીતના નિર્ણયો, પ્રજાકલ્યાણલક્ષી નીતિઓ, સિદ્ધિઓ, ફ્લેગશીપ કાર્યક્રમો વિશ્વસનીય રીતે સમયસર જન-જન સુધી પહોંચાડીને માહિતી ખાતાએ જનતાની સેવા કરવાનું ઉમદા કામ કર્યું છે. “સેવા એ જ સાધના શબ્દની આરાધના” સુત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને ડંકાની ચોટ ઉપર સરકારની સાચી વાત જનતા સુધી પહોંચાડવા માહિતી ખાતાએ દિવસ રાત એક કરીને કોમ્યુનિકેશનની ઉમદા પરિભાષા વિકસાવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply