Skip to main content
Settings Settings for Dark

કિસાન સૂર્યોદય યોજના: ગુજરાતના 98% ગામોમાં દિવસે વીજળી, માર્ચ 2026 સુધીમાં 100% લક્ષ્યાંક પૂર્ણ થશે

Live TV

X
  • ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સુશાસન'ના મંત્રને સાર્થક કરતા ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે.

    કિસાન સૂર્યોદય યોજના (KSY) હેઠળ રાજ્યના 98.66% ગામોને હવે દિવસે વીજળી મળી રહી છે, જેનાથી 19 લાખથી વધુ ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે માર્ચ 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે.અત્યાર સુધીમાં 17,018 ગામડાઓને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી છે.અંદાજે 19.69 લાખ ખેડૂતો આ યોજનાનો સીધો લાભ લઈ રહ્યા છે.યોજના પાછળ અત્યાર સુધીમાં ₹5353.62 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં 40 નવા સબસ્ટેશન અને 4640 CKM ટ્રાન્સમિશન લાઇનનો સમાવેશ થાય છે.બાકી રહેલા 231 ગામોને માર્ચ 2026 સુધીમાં આવરી લેવામાં આવશે.

    વર્ષ 2020માં શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને રાત્રિના સમયની હાલાકીમાંથી મુક્તિ અપાવવાનો છે. હવે ખેડૂતોને સૂર્યપ્રકાશના કલાકો દરમિયાન, ખાસ કરીને સવારે 7:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે. સૌર ઊર્જાના આ સંકલનથી ગ્રીડ પરનો ભાર પણ ઘટ્યો છે અને કૃષિ ક્ષેત્ર માટે વધુ ટકાઉ વીજ પુરવઠો સુનિશ્ચિત થયો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કૃષિ હિતકારી નીતિઓને કારણે આજે રાજ્યના લગભગ 98 ટકા ખેડૂતોને દિવસે વીજળી મળે છે. ખેડૂતોને પૂરતું પાણી અને વીજળી મળવાથી રાજ્યના કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાયું છે." વર્ષ 2026-27 માટે GETCO દ્વારા વધુ મજબૂત નેટવર્ક બનાવવાનું આયોજન છે:આશરે ₹1000 કરોડના ખર્ચે 5 નવા સબસ્ટેશન સ્થાપવામાં આવશે.1100 સર્કિટ કિમી (CKM) નેટવર્કને વધુ સુદૃઢ કરવામાં આવશે. ડિસ્કોમ (DISCOM) માટે AB કેબલ અને MVCC કામગીરી માટે ₹375 કરોડનો અંદાજિત ખર્ચ ફાળવવામાં આવશે.

    હિંમતનગરના કાંકરોલ ગામના ખેડૂત  જયેશ પટેલે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, "પહેલા રાત્રે વીજળી મળતી હોવાથી જંગલી જાનવરોનો ડર રહેતો અને પાણીનો વ્યય પણ થતો હતો. છેલ્લા બે વર્ષથી દિવસે વીજળી મળવાથી સમયનો બચાવ થાય છે અને ખેતીમાં સારી રીતે સિંચાઈ કરી શકાય છે."રાજ્ય સરકારના આ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમયબદ્ધ અમલીકરણને કારણે ગુજરાતના ખેડૂતો હવે વધુ આર્થિક સમૃદ્ધિ તરફ અગ્રેસર થઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply