Skip to main content
Settings Settings for Dark

કૃષિમંત્રીએ તીડથી પીડિત ખેડૂતો માટે રૂ.૩૧.૪૫ કરોડના સહાય પેકેજની જાહેરાત 

Live TV

X
  • કૃષિ મંત્રી આર.સી.ફળદુએ તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતો માટે રૂ.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂા.૧૮,૫૦૦ સુધીની સહાય ચૂકવવામાં આવશે. 

    તેમણે એમ પણ જણાવ્યું હતું કે એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર વધારાના રૂા.૫૦૦૦ ની ચૂકવણી કરશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ ૨૮૫ ગામોના ખેડૂતોને આ મુકસાની વળતરનો લાભ મળશે. ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન ધરાવતા ખેડૂતોને વળતર ચુકવવાની જોગવાઇ છે. 

    તેમણે એમ પણ કહ્યું હતું કે , અગાઉ કમોસમી વરસાદને કારણે ખેડુતો માટે જે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તેનું ચુકવણ શરૂ થઈ ગયું છે. રૂપિયા એકાદ હજાર કરોડ જેટલી રકમ ખે઼ડુતોના ખાતાઓમાં જમા થઈ ચુકી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply