Skip to main content
Settings Settings for Dark

કૃષિ ધિરાણ સહકારી મંડળીઓને મજબૂત બનાવવા NBCC સાથે કર્યા એમઓયુ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “સહકાર થી સમૃદ્ધિ”ના સંકલ્પને સાકાર કરવા ભારત સરકારના સહકાર મંત્રાલયે પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓને આર્થિક રીતે મજબૂત બનાવવા ગુજરાતમાં ૨૫ પેક્સ મંડળીઓ સાથે NBCCએ એમઓયુ કર્યા છે. જેમાં સહકાર ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

    સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિગતો આપતાં જણાવ્યું હતું  કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજના અન્વયે પાયલોટ પ્રોજેક્ટ તરીકે દરેક રાજ્યમાં એક ગોડાઉન બનાવવાના પાયલોટ પ્રોજેક્ટ માટે ચંદ્રનગર સેવા સહકારી મંડળી લી., મુ.ચંદ્રનગર, તા.વિરમગામની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અન્વયે મંડળી દ્વારા ૭૫૦ મેટ્રીક ટનનું ગોડાઉન બનાવવા આવ્યું છે. આ યોજનાનું અમલીકરણ NCDC -નેશનલ કો. ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. NCDC એ આ યોજનાના ઝડપી અમલીકરણ માટે નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ (NBCC) સાથે તાજેતરમાં એમઓયુ કર્યા છે. 

    રાજ્યમાં વધુમાં વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ (પેક્સ) આ યોજનાનો લાભ લઈ શકે તે માટે તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રજિસ્ટ્રાર,સહકારી મંડળીઓ ગાંધીનગરની કચેરી ખાતે ઉત્તર ગુજરાતની પેક્સ કે જેઓ આ યોજનાનો લાભ લેવા માંગે છે જે સંદર્ભે ૨૫ પેક્સ સાથે NBCC એ એમઓયુ કર્યા છે તેમ,મંત્રીએ ઉમેર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply