કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાતની મુલાકાતે, ધન્વંતરી રથના કામની કરી પ્રશંસા
Live TV
-
રાજ્યમાં કોરોનાની વકરતી જતી સ્થિતિને લઇને કેન્દ્રની આરોગ્યની ટીમ ગુજરાતની મુલાકાતે - ટીમે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કરી બેઠક
રાજ્યમાં કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાતમાં થઇ રહેલી કામગીરીની દેખરેખ-સમીક્ષા-માર્ગદર્શન માટે કેન્દ્રની આરોગ્ય મંત્રાલયની ટીમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમે અમદાવાદ, સુરત અને ગાંધીનગરની મુલાકાત લીધા બાદ કોવિડ-19 અંગે સમીક્ષા કરી હતી. નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોવિડની સ્થિતિ અંગે તબીબો સાથે તેમણે સમીક્ષા કરી છે. તો સુરતમાં કામદારોની કામ કરવાની પદ્ધતિમાં બદલાવ આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સારા નિયમો ઘડાયા છે. તો સાથે જ તેમણે રાજ્યમાં શરૂ કરવામાં આવેલ ધન્વંતરી રથની કામગીરીની પ્રશંસા કરી હતી. ડો. વિનોદ પોલે જણાવ્યું હતું કે, અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં આરોગ્ય સેતુ એપનો સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.
દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં કોરોનાની સ્થિતીમાં ગુજરાતમાં મોટુ પરિવર્તન આવ્યુ છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, અમદાવાદમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરી અન્ય શહેરો માટે ઉદાહરણરૂપ છે.
