Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર, નવા 949 કેસ નોંધાયા

Live TV

X
  • રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ બગડી રહી છે, ત્યારે આજે પણ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 949 નોંધાયા છે, તો રાજ્યમાં વધુ 17ના મોત થયા છે. તો નવા કેસની સામે 770 દર્દીઓ સાજા થયા છે.

    રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,12,000 ટેસ્ટ કરવામાં આવ્યા છે, તો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,74,559 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 11,464 છે, જેમાંથી 71 લોકો વેન્ટિલેટર પર છે અને 11393 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2108ના મોત થયા છે અને કુલ 32,944 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    સુરત શહેરમાં પણ સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ બાદ પણ આજે નવા 234 કેસ નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં 177 અને ગ્રામ્યમાં 57 કેસ નવા નોંધાયા છે. અમદાવાદ શહેરમાં નવા 166 કેસ અને ગ્રામીણમાં નવા 18 કેસ, તો રાજકોટ શહેરમાં નવા 35 કેસ અને ગ્રામ્યમાં 23 કેસ, તો ભાવનગર શહેરમાં નવા 25 કેસ અને જૂનાગઢ શહેરમાં નવા 14 કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply