Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, પતંગોત્સવ ઉજવવાના મુડમાં મંત્રી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અસલ અમદાવાદી મૂડમાં પતંગ ચગાવશે, જગન્નાથ મંદિરે દર્શન અને ગૌ પૂજન કરશે, નારણપુરા-નવા વાડજમાં કાર્યકર્તા સાથે ઉત્તરાયણ ઉજવશે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે...મંત્રી અમિત શાહ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પૂજા અને દર્શન કરશે...ત્યારબાદ નારણપુરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની રિડેવલોપમેન્ટ યોજના અંતર્ગત સૂર્ય એપાર્ટમેન્ટનું ભૂમિપૂજન કરશે...ત્યારબાદ નારણપુરાના અર્જુન ગ્રીન ફ્લેટ્સ પર પતંગ ચગાવવાનો આનંદ માણશે...ત્યારબાદ ગુરુદ્વારા ગોવિંદ ધામમાં દર્શન કરશે...ત્યાર બાદ નવા વાડજ વોર્ડમાં ઉત્તરાયણનો આનંદ માણશે. ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી નારણપુરા વિધાનસભામાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે. 

    જગન્નાથ મંદિરે દર્શન બાદ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 જાન્યુઆરીના રોજ સવારે જગન્નાથ મંદિર ખાતે દર્શન અને ગૌ પૂજા કરશે. જગન્નાથ મંદિરથી નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલોપમેન્ટ કરવામાં આવનારા સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2નું ખાતમુહૂર્ત કરશે. જે બાદ નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાસે આવેલા અર્જુન ગ્રીન ફ્લેટ્સમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સાથે પતંગ ચગાવશે. બપોરે 3:15 અખબારનગર મીર્ચી ગ્રાઉન્ડ ખાતે આવેલા આસ્થા ઓપલ એપાર્ટમેન્ટમાં સાંજે 3:45 વાગ્યે નવા વાડજ અભિષેક એપાર્ટમેન્ટ ખાતે કાર્યકર્તાઓ અને ફ્લેટના રહીશો સાથે પતંગ ચગાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply