કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ગુ. હા. બોર્ડના નારણપુરા ખાતે આવેલા, સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રિ-ડેવલોપમેન્ટ થનારા આવાસનું ભૂમિ પૂજન કર્યું
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગુજરાત હાઉસિંગ બોર્ડના નારણપુરા ખાતે આવેલા, સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રિ-ડેવલોપમેન્ટ થનારા આવાસનું ભૂમિ પૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રીઓ કનુભાઈ દેસાઈ, દર્શનાબેન વાઘેલા અને મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા.
શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી અંતર્ગત ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ વર્ષની પરિયોજનાના ભાગરૂપે આવાસનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ નરહરી અમીન સ્થાનિક ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ, શહેર ભાજપાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.
