Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદને રૂપિયા 3012 કરોડના વિકાસકામોની ભેટ આપી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનાં હસ્તે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઔડા અને AMCના રૂપિયા 1805 કરોડના વિકાસનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં AMCના રૂપિયા 1206 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા. 1900 જેટલા LIG આવાસ, મુમદપુરા અંડરપાસ, ગોધાવી બ્રિજ, મલ્ટી પર્પઝ બિલ્ડીંગ, 7 હેલ્થ ATM, પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. રેલવે અન્ડરબ્રીજ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, 40 સ્માર્ટ સ્કૂલ, વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ડ્રેનેજ લાઈન્સ, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, LIG આવાસ, વેસ્ટ કલેક્શન સેન્ટર અને બેરેજ કમ બ્રિજનું ખાતમુહૂર્ત.

    શું કહ્યું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 
    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, મોદીજીના શાસનમાં વિકાસનો વ્યાપ એટલો વિસ્તર્યો છે કે, દરેક ક્ષેત્રના, દરેક વ્યક્તિને વિકાસ સ્પર્શે છે. જે કાર્યો અસંભવ લાગતા હતા તે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સંભવ થયા. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાછલા 5 વર્ષમાં ખાતમુહૂર્ત કરેલા વિકાસ કામોમાંથી 91 ટકા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ સંપન્ન થયું છે. ગાંધીનગર લોકસભા વિસ્તારની તમામ શાળા હવે અનુપમ સ્માર્ટ સ્કૂલ બની જશે. દેશમાં 4 કરોડથી વધુ લોકોને ઘરનું ઘર મળ્યું છે. 10 કરોડ લોકોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસનાં કનેક્શન પૂરાં પાડવામાં આવ્યા છે. 14 કરોડ લોકોને 'નલ સે જલ' યોજના અંતર્ગત નળ કનેક્શન મળ્યું છે. દેશના દરેક વ્યક્તિને નરેન્દ્રભાઈ મોદીએ સુરક્ષિત અને સમૃદ્ધ કર્યા છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં શું કહ્યું
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતના શહેરો બેસ્ટ અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈકોફ્રેન્ડલી અપ્રોચ સાથે ગ્લોબલ સિટીઝ બની રહ્યાં છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરો સ્માર્ટ સિટીઝ બનવાની રાહે અગ્રેસર છે. એન્વાયરમેન્ટ અને પ્રોગ્રેસ બંનેને સાથે રાખીને અમદાવાદ - વડોદરામાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તથા સુરતમાં ગ્રીન ગ્રીડ મિશન દ્વારા અર્બન ઈકોલોજી અને ગ્રીન સ્પેસને ડબલ એન્‍જિન સરકારે મહત્વ આપ્યું છે.  ડબલ એન્જિન સરકારને પરિણામે વિકાસ કામોની સ્પીડ અને સ્કેલ વધ્યા છે. વિકાસ માત્ર વાતોમાં નહીં ધરાતલ ઉપર સાકાર કરનારી આ સરકાર છે એવો વિશ્વાસ સૌને બેઠો છે.

    આ પ્રસંગે સાંસદ ડૉ.કિરીટ સોલંકી, હસમુખ પટેલ, ધારાસભ્ય અમિત શાહ, અમુલ ભટ્ટ, જીતુ પટેલ, બાબુસિંહ જાદવ, દર્શનાબહેન વાઘેલા, પાયલ કુકરાણી, ભાજપા અગ્રણી સુરેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન કેશવ શર્મા તથા મ્યુનિસિપલ પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply