પોરબંદરની આવાસ યોજનામાં 237 લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપી ફ્લેટ ફાળવવામાં આવ્યા
Live TV
-
સરકારે B.S.U.P. આવાસ યોજનાની મંજુરી તારીખ 18/8/2011માં મળેલી હતી અને આ યોજના અંતર્ગત 31/3/2017ના રોજ પૂર્ણ થઈ હતી. પોરબંદરના આવાસ યોજનામાં 237 લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપી ફ્લેટ ફાળવવામાં આવ્યા છે. પોરબંદરની આવાસ યોજનામાં કુલ 2448 આવાસો બનેલા છે. આવાસમાં ફ્લેટ મેળવવા લાભાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરી ફ્લેટની ફાળવણી કરવામાં આવી છે. પાલિકાના પટાંગણમાં 11મો ડ્રો કરવામાં આવ્યો હતો. 237 લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપી ફ્લેટની ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 2327 ફ્લેટ ફાળવી દેવામાં આવ્યા છે.
94 કરોડનો પ્રોજેક્ટ
આ યોજનામાં ઇન્ફાસ્ટ્રકચર સાથેનો પ્રોજકેટ અંદાજીત રૂ.94 કરોડનો છે. આ આવાસ યોજનામાં કુલ 51 ટાવર આવેલા છે. એક ટાવર માં કુલ 48 યુનિટ આવેલા છે. અને ફ્લોર દીઠ 12 યુનીટ આવેલા છે. મોટી સંખ્યામાં લાભાર્થી પરિવારો ઉપસ્થિત રહ્યાં હતા.આ પ્રસંગે પાલિકા પ્રમુખ ડો. ચેતનાબહેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, અશોક મોઢા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હવે 121 ફ્લેટ માટે આગામી સમયમાં ડ્રો કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
