Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે પાવાગઢની લીધી મુલાકાત

Live TV

X
  • પાવાગઢના સંરક્ષિત સ્મારકોમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણમાં 12મી સદીના શિલાલેખનું નિરીક્ષણ કર્યુ, જેમાં મહારાજા પૃથ્વીરાજ ચવ્હાણના વંશજોના નામનો ઉલ્લેખ છે..

    કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદસિંહ પટેલ દ્વારા યાત્રાધામ પાવાગઢની મુલાકાત લીધી હતી..અહી આવેલી ઐતિહાસિક પુરાતત્વીય સાઈટનું નિરીક્ષણ કર્યુ હતુ..અને સાત કમાન પાસેથી મળી આવેલ ૧૨મી સદીના શિલાલેખ સહિતના પુરાતત્વીય અવશેષોનું નિરીક્ષણ કરી જાળવણી કરવા નિર્દેશ આપ્યા હતા તેમજ લકુલીશ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા પણ સૂચના આપી હતી.પાણી કોઠા, હેલીકલ વાવ, વડા જામી મસ્જિદ, કબૂતર ખાના, વડા તળાવ સહિત હેરીટેજ સાઈટના અગત્યના સ્થાપત્યોની મુલાકાત લેતા કોરોના કટોકટી સંદર્ભે પ્રવાસીઓ અંગે રાખવાની થતી સાવચેતી અંગે પણ સૂચના આપી હતી,તેઓ દ્વારા શહેરી મસ્જિદ, જામી મસ્જિદ અને વડા તળાવ એમ ત્રણ સ્થળોએ વૃક્ષારોપણ કર્યું હતું. મુલાકાત દરમિયાન રાજ્ય કક્ષાના કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, તેમજ પુરાતત્વ સર્વે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply