ગુજરાત કોરોના અપડેટ: નવા 879 કેસ નોંધાયા, વધુ 13 દર્દીઓના મૃત્યુ
Live TV
-
સૌથી વધારે 205 કેસ સુરત શહેરમાંથી સામે આવ્યા
રાજ્યમાં કોરોનાના નવા 879 પોઝિટિવ કેસ નોંધાયા છે...શનિવાર સાંજથી લઇને રવિવાર સાંજ સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 513 દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે 13 દર્દીના મૃત્યુ થયા છે..આજના નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 41,897 થઇ છે...રાજ્યમાં હાલ સક્રિય કેસની સંખ્યા 10,661 છે...આ સક્રિય કેસમાંથી 10,594 દર્દી સ્ટેબલ છે, જ્યારે 67 દર્દી વેન્ટિલેટર પર છે...રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29,189 દર્દી ડિસ્ચાર્જ થયા છે...જ્યારે 2047 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે...નવા નોંધાયેલા નવા કેસમાં સૌથી વધુ કેસ સુરત કોર્પોરેશનમાંથી સામે આવ્યા છે..,સુરત શહેરમાંથી 205 કેસ, જ્યારે અમદાવાદ શહેરમાંથી 152 કેસ સામે આવ્યા છે...સુરત જિલ્લાના થઇને કુલ કેસ 251 થયા છે, અમદાવાદ જિલ્લામાં 172 નોંધાયા છે...જ્યારે વડોદરામાં 75 કેસ, રાજકોટ અને ભાવનગરમાં 46-46 કેસ નોંધાયા છે..
