Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગાંધીનગર મનપાના 620 કરોડ રૂ.ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Live TV

X
  • ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની સુખાકારી અને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી ₹620 કરોડના પ્રજાલક્ષી વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ આગામી 17 મે 2026, રવિવારના રોજ બપોરે 4:00 કલાકે ટાઉન હૉલ, સેક્ટર-17, ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.

    ગાંધીનગર લોકસભાના સંસદસભ્ય અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે આ તમામ વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત સંપન્ન થશે. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર મીરા પટેલ, મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા સહિતના મહાનુભાવો, ધારાસભ્યો અને સંસદસભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.

    આ ઐતિહાસિક સ્તરે યોજાનારા કાર્યક્રમમાં નાગરિકોના રોજિંદા જીવન અને સુવિધાઓ સાથે સીધા જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરવામાં આવશે. જેમાં પ્રજાની આરોગ્ય સુખાકારી માટે સેક્ટર-21, 22 અને સરગાસણ ખાતે નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરો, સેક્ટર-25 અને સરગાસણ ખાતે આધુનિક યોગ સ્ટુડિયો તેમજ ભાટ અને ઝુંડાલ ખાતે પી.એચ.સી. સેન્ટરોનું લોકાર્પણ કરવામાં આવશે.

    આ ઉપરાંત પેથાપુર ખાતે પીવાના શુદ્ધ પાણી પુરવઠા વિતરણ નેટવર્ક સાથેની 2 નવી ઓવરહેડ ટાંકી, રાંધેજા ખાતે જી.એમ.સી. વોર્ડ ઓફિસ અને શોપિંગ સેન્ટર, અમિયાપુર ખાતે ભવ્ય કોમ્યુનિટી હોલ તેમજ સેક્ટર-1 ખાતે નયનરમ્ય ગાર્ડન વિકાસની કામગીરી નાગરિકો માટે ખુલ્લી મુકાશે. નાગરિકોની સુવિધા અર્થે મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કુલ 37 અત્યાધુનિક વાહનો, જેવા કે બેકહો લોડર, ઇમરજન્સી રેસ્ક્યુ વાહનો, હોપર ટિપર ડમ્પર, મીની યુ.એચ.પી. મશીનો અને વોટર બાઉઝરની સુવિધાઓ પણ આજથી સેવામાં કાર્યરત કરવામાં આવશે.

    નાગરિકોની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને આ જ કાર્યક્રમ અંતર્ગત અનેક દૂરોગામી પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે. જેમાં અંદાજે ₹ 135 કરોડના ખર્ચે જાસપુર ખાતે 100 એમ.એલ.ડી. ક્ષમતાવાળો અત્યાધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને નવું ટર્મિનલ પમ્પિંગ સ્ટેશન, પેથાપુર ખાતે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, યોગા સેન્ટર અને ડિજિટલ લાયબ્રેરી તેમજ કોબા અને પેથાપુર ખાતે નવા કોમ્યુનિટી હોલના નિર્માણ કાર્યનો પ્રારંભ થશે.

    આ સાથે જ રક્ષાશક્તિ ફ્લાયઓવરથી ધોળેશ્વર મહાદેવ બ્રિજ સુધીનો ગાંધીનગર બાયપાસ રોડ, કોબા સર્કલથી પંચેશ્વર સર્કલ સુધીનો રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, સેક્ટર-27 ગાયત્રીનગરના બગીચાનું નવીનીકરણ, સેક્ટર-25 ના તળાવનું સૌંદર્યીકરણ તેમજ કુડાસણ, રાયસણ અને સરગાસણ સહિતના વિવિધ ટી.પી. વિસ્તારોમાં નવા આંતરિક માર્ગોના નિર્માણની પ્રક્રિયા વેગવંતી બનશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ તમામ આયોજનો થકી પાટનગરના સર્વાંગી વિકાસ અને વૈશ્વિક કક્ષાની સવલતો પૂરી પાડવા માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
apply