Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ધોરાજીના સુપેડી રેલવે સ્ટેશન ખાતે બે ટ્રેનોના વધારાના સ્ટોપેજનો કરાવ્યો શુભારંભ

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ધોરાજીના સુપેડી રેલવે સ્ટેશન ખાતે બે ટ્રેનોના વધારાના સ્ટોપેજનો કરાવ્યો શુભારંભ

    કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આજે ધોરાજીના સુપેડી રેલવે સ્ટેશન ખાતે પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ અને પોરબંદર-ભાવનગર પેસેન્જર ટ્રેનોના વધારાના સ્ટોપેજનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ બંને ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

    સુપેડીવાસીઓની માંગ પૂર્ણ: નોકરિયાતો અને વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

    આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સુપેડીના ગ્રામજનોની લાંબા સમયની માંગણીને સ્વીકારીને સરકાર દ્વારા આ વધારાના ટ્રેન સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. સમયસર દોડતી અને સસ્તું ભાડું ધરાવતી આ ટ્રેનો નોકરિયાતો, ધંધા-વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે આવાગમન ખૂબ જ સુવિધાજનક સાબિત થશે. ટ્રેનની મુસાફરીથી સમય અને નાણાંની બચત થવાની સાથે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાથી પણ મુસાફરોને રાહત મળશે.

    સુપેડી સ્ટેશન પર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનનો સમય

    રેલવેના વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ પ્રાસંગિક માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોરણે સુપેડી સ્ટેશન પર નીચે મુજબની ટ્રેનોનું સ્ટોપેજ રહેશે:

    ટ્રેન નં. 59557 (પોરબંદર-ભાવનગર પેસેન્જર): આગમન - 09:09 કલાકે | પ્રસ્થાન - 09:10 કલાકે

    ટ્રેન નં. 59560 (ભાવનગર-પોરબંદર પેસેન્જર): આગમન - 19:32 કલાકે | પ્રસ્થાન - 19:33 કલાકે

    ટ્રેન નં. 19571 (રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ): આગમન - 09:25 કલાકે | પ્રસ્થાન - 09:26 કલાકે

    ટ્રેન નં. 19572 (પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ): આગમન - 18:12 કલાકે | પ્રસ્થાન - 18:13 કલાકે

    આ વધારાના સ્ટોપેજથી સુપેડી તથા આસપાસના ગ્રામીણ વિસ્તારોના મુસાફરોને રાજકોટ, પોરબંદર અને ભાવનગર તરફ જવા માટે ઉત્તમ રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
apply