કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ હિમાચલ પ્રદેશના ઉનાની મુલાકાતે
Live TV
-
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે પ્રયાસ સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહેલ સાંસદ મોબાઈલ સ્વાસ્થ્ય સેવાના 4 વર્ષ પૂરા થવાના અવસરે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાની મુલાકાતે હતા. આ અવસરે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરએ સ્વાસ્થ્ય શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું અને 4 નવી એમ્બુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
એક જનસભાને સંબોધતા અનુરાગ ઠાકુરે કહ્યું કે 14 એપ્રિલ 2018એ 3 મોબાઈલ સ્વાસ્થ્ય વાહનોથી આ સેવાની શરૂઆત કરી હતી. આજે આ સેવામાં 32 વાહનોનો સમાવેશ થાય છે, જે 7 જીલ્લામાં ઘરે ઘરે જઈને નિઃશુલ્ક સારવાર અને દવા પહોચાડે છે. તેમણે કહ્યું કે, દરેક વાહનમાં હોસ્પિટલ જેવી સુવિધા છે જેમાં ડોકટર,નર્સ અને ફાર્મસીસ્ટ પણ હોય છે, કોરોના મહામારી અને ડેન્ગ્યુ જેવી બીમારીમાં પણ મોબાઈલ હોસ્પિટલ સેવા સતત લોકોની સેવા કરતી રહી છે.
