Skip to main content
Settings Settings for Dark

વડોદરાના તમામ તાલુકાઓમાં ૧૮ એપ્રિલ થી ૨૨ એપ્રિલ દરમ્યાન આરોગ્ય મેળા યોજાશે

Live TV

X
  • કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં દરેક તાલુકા મથકે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં આ હેલ્થ મેળા તા.૧૮  થી ૨૨ સુધી યોજવામાં આવશે. હેલ્થ મેળામાં આવનાર દર્દીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. જેમાં મેડીસીન,સર્જરી,સ્ત્રીરોગ , આંખ રોગ, હાડકાના નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરવામાં આવશે. દર્દીઓનું બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, કેન્સરનું પણ સ્ક્રીનીંગ કરવામાં આવશે. દર્દીઓની તપાસ નિદાન અને સારવાર કરવામાં આવશે એટલુ જ નહી જરૂર જણાય તેવા દર્દીઓની વધુ તપાસ નિદાન અને સારવાર માટે રીફર કરવામાં આવશે.

    હેલ્થ ચેક અપ મેળામાં આયુષમાન કાર્ડ પણ કાઢી આપવામા આવશે.આ મેળામાં રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનું પ્રદર્શન નિર્દેશન અને સમજણ આપવામાં આવશે.મહિલા અને બાળ વિભાગ દ્વારા પોષણયુકત આહારનું પ્રદર્શન અને નિદર્શન, ફુડ અને સેફટી વિભાગ તરફથી પ્રદર્શન કરવામાં આવશે.હેલ્થ મેળાનો વધુમાં વધુ દર્દીઓ લાભ લેવા  જણાવાયું છે .

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply