Skip to main content
Settings Settings for Dark

કેપ્ટન સ્મિતને 'ગુજરાત ગરિમા એવોર્ડ'થી સન્માનિત કરાશે

Live TV

X
  • ગુજરાત સરકાર દ્વારા કેપ્ટન સ્મિતના અદમ્ય સાહસ અને બહાદુરીને બિરદાવવા માટે તેમને રાજ્યના પ્રતિષ્ઠિત 'ગુજરાત ગરિમા એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું કે, કેપ્ટન સ્મિતનું અદ્ભુત શૌર્ય અને દેશસેવા યુવાનો માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. આ વિશિષ્ટ સન્માન દ્વારા રાજ્ય સરકાર તેમની વીરતાને યોગ્ય માન આપી રહી છે.

    દુબઈમાં પ્લેન હાઇજેક જેવી ગંભીર ઘટના દરમિયાન ગુજરાતના પનોતા પુત્ર અને પાયલોટ સ્મિતે પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરોનો જીવ બચાવ્યો હતો, જે બદલ સમગ્ર દુનિયા તેમને 'રિયલ હીરો' તરીકે બિરદાવી રહી છે. તેમની ઉત્કૃષ્ટ બહાદુરી અને સાહસને સન્માનવા તેમજ તેઓ જલ્દીથી સ્વસ્થ થઈને નવું જીવન શરૂ કરે તે માટે આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા અંબા માતા મંદિર ખાતે વિશેષ આરતી અને પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. આ પ્રાર્થના સભામાં કેબિનેટ મિનિસ્ટર રમણભાઈ સોલંકી, ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
apply