કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે મહાઆરતી અને વિશેષ પ્રાર્થના કરવામાં આવી
Live TV
-
કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે મહાઆરતી અને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ચોટીલા પ્રાંત અધિકારી શૈલેષ કલસરીયાની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ હતી. મંદિરના પૂજારીઓ અને અધિકારીઓએ માતાજીના દર્શન કરી કેપ્ટન સ્મિત જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. કેપ્ટન સ્મિતે અદમ્ય સાહસ અને કર્તવ્યનિષ્ઠા દાખવી હતી તેઓ ગંભીર રીતે ઘાયલ હોવા છતાં 174થી વધુ મુસાફરોના જીવ બચાવ્યા હતા. તેમના સાહસને સમગ્ર ગુજરાત અને દેશમાંથી બિરદાવવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
