Skip to main content
Settings Settings for Dark

કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ ઐતિહાસિક નગરી વડનગર અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી

Live TV

X
  •  દેશના કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ તેમના ધર્મપત્ની સાથે ઐતિહાસિક નગરી વડનગર તેમજ બેનમૂન સ્થાપત્ય મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. તેમણે  વડનગરનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી અને 2500 વર્ષ જૂની સંસ્કૃતિની માહિતી મેળવી હતી. 

    આ ઉપરાંત કેબીનેટ સચિવે વડનગરમાં વિવિધ ચાલી રહેલ  વિકાસ કામોની વિગતો મેળવી હતી. વડનગર ખાતે કિર્તીતોરણ,પ્રેરણા સ્કુલ અને આર્ટગેલેરીની મુલાકાત લીધી હતી. કેબીનેટ સચિવએ આર્ટગેલેરીમાં દ્ર્શ્ય-શ્રાવ્યના માધ્યમથી વડનગરના ઇતિહાસની માહિતીગાર થયા હતા. આ સિવાય મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી. 

    રાજીવ ગૌબાએ વીઝીટ બુકમાં લખ્યું હતુ કે આ મંદિર ભારતના સંસ્કૃતિ અને ઇતિહાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મહત્વની વાત એ છે કે એ સમયમાં વૈજ્ઞાનિક સિધ્ધાંતોને આધારીત બનાવેલ છે. રાજ્ય સરકાર અને આર્કિયોલોજી વિભાગ સર્વે દ્વારા આ વારસાની જાળવણી માટે મહત્વનું કામ કર્યું છે.

    આ અવસરે, ગુજરાત પ્રવાસન નિગમના એમ.ડી આલોકકુમાર પાંડે, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, પ્રાન્ત અધિકારી કડી પ્રિતેશ દવે, પ્રાન્ત અધિકારી વિસનગર રામનિવાસ બુગલીયા, વડનગર માટે નિયુક્ત ખાસ ફરજ પરના અધિકારી આર.આર.ઠકકર, પ્રવાસન વિભાગના અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply