કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસથી નિધન, એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતા
Live TV
-
રિપોર્ટ પોઝિટિવ આવતા 15મી એપ્રિલથી એસવીપીમાં દાખલ કરાયા હતા. કોંગ્રેસના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને કારણે SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. દિવસે ને દિવસે તેમની તબિયત નાજૂક થઈ રહી હતી. છેવટે રવિવારે તેઓ કોરોનાથી હારી જતા તેમનું મોત થયું હતું. કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના કોંગ્રેસના નેતાએ દુઃખ વ્યક્ત કર્યું. હતું.
કૉંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ અને તેમના પત્નીને એકસાથે કોરોના પોઝિટિવ આવ્યો હતો.કોણ હતા બદરૂદ્દીન શેખ ?
* વર્ષ 2010 માં AMCના વિપક્ષના નેતા રહ્યા હતા
* 2000 થી 2003 સુધી AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હતા.
* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રવક્તા રહી ચૂક્યા છે
*ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના વર્ષ 1985-1990 જનરલ સેક્રેટરી રહ્યા હતા
*વર્ષ 1979-1980 માં ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર રહ્યા હતા.
* કેન્દ્ર સરકાર અંતર્ગત ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના પ્રમુખ પણ હતા
