MSMEના સચિવપદે એ.કે. શર્મા નિમાયા, અનિતા કરવલને સચિવ કક્ષાએ પ્રમોશન અપાયું
Live TV
-
ગુજરાત કેડરના 4 અધિકારીઓને દિલ્હીમાં મળી મહત્વની જવાબદારી અપાઈ
કેન્દ્ર સરકારે રવિવારે મોટા પાયે સનદી અધિકારીઓની બઢતી અને બદલીના હુકમો કર્યાં છે. તે પૈકી 1988 બેચના અરવિંદ કુમાર શર્માને MSMEના મંત્રાલયના સચિવ તરીકે નિમ્યા છે. સીબીએસઇના ચેરપર્સન અનિતા કરવલને અધિક સચિવ કક્ષાએથી સચિવ કક્ષાના પ્રમોશન સાથે માનવ સંસાધન મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા સચિવ તરીકેનો મુખ્ય હવાલો સોંપાયો છે. 1987 બેચના આરપી ગુપ્તાને પણ નીતિ આયોગના સ્પેશિયલ સેક્રેટરીને બદલે હવે વન અને પર્યાવરણ મંત્રાલયના સચિવ બનાવાયા છે, જ્યારે 1988 બેચના ગુજરાત કેડરના અધિકારી બિદ્યુત બિહારી સ્વૈનને કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી હેઠળના ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સના સ્પેશિયલ સેક્રેટરી તરીકે બઢતી અપાઇ છે.
