Skip to main content
Settings Settings for Dark

કોરોનાનો કહેર : રાજકોટમાં વધુ બે પોઝિટિવ કેસ સાથે જંગલેશ્વર વિસ્તારમાં કુલ 4 કેસ પોઝિટીવ

Live TV

X
  • યુવાનના પોઝિટિવ કેસ બાદ જંગલેશ્વરમાંથી કુલ 51 સેમ્પલ લેવામાં આવ્યા હતા

    રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આરોગ્યની ટીમના 500 થી વધુ કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના ડોક્ટર્સ સ્ટાફ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં પૂરતી તકેદારીઓ સાથે અનેક લોકોના સેમ્પલ્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે .આજરોજ જંગલેશ્વર વિસ્તારમાંથી વધુ 2 વ્યક્તિ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે .છેલ્લા 24 કલાકમાં એકજ વિસ્તારના 3 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. અત્યાર સુધી જંગલેશ્વર વિસ્તારમાથી કુલ 4 વ્યક્તિના  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 1 વ્યક્તિ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.રાજકોટમાં આજ સુધી કુલ 13 વ્યક્તિ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ..આ અંગે મનપા કમિશનર ઉદિત અગ્રવાલે  જણાવ્યું હતું કે, જંગલેશ્વર -27 માં રહેતા 35 વર્ષની મહિલા અને તેમના મકાનની સામે રહેતા 50 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ હોવાનું  નિદાન થયું છે. આ બે પૈકી એક દર્દીને બુધવારે જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય દર્દીને આજે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાંથી કુલ 51 વ્યક્તિઓના સેમ્પલ લીધા હતાં. જ્યારે શહેરના અન્ય જુદા જુદા વિસ્તારોમાંથી 17 સેમ્પલ એમ કુલ મળીને 68 લોકોના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલ્યા હતાં. જે પૈકી 66 સેમ્પલ નેગેટિવ હોવાનું અને જંગલેશ્વરના બે કેસ પોઝિટિવ હોવાનું જાહેર થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply