Skip to main content
Settings Settings for Dark

કોરોના મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે દૂરદર્શન ચેનલ આવી આગળ

Live TV

X
  • કોરોના મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે દૂરદર્શન ચેનલ આગળ આવી છે. શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા 15 જૂનથી 'હોમ લર્નિંગ' કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં ડીડી ગીરનાર પર ધોરણ ૩ થી ૧૨ માટે રોજેરોજ અલગ અલગ વિષયનું શૈક્ષણિક પ્રસારણ થાય છે. આ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાની જોટાણા તાલુકાની સૂરજ સી.આર.સી.ની એક નગીનપુરા પ્રાથમિક શાળામાં "ચાલો ભણીએ, સૌના સથવારે" કાર્યક્રમ અમલી કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાળાના આચાર્ય, શિક્ષકો અને ગ્રામજનોના સહકારથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે GCERT ગાંધીનગરના નિયામકે આ શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેઓ તેનાથી પ્રભાવિત થયા હતા. જેથી તેઓ જાતે વિદ્યાર્થીઓનાં ઘરે જઈને આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ચર્ચા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply