Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસના કપરા કાળમાં જોવા મળ્યા નિસ્વાર્થ સેવાના ઉત્તમ ઉદાહરણો

Live TV

X
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સુરતમાં પ્રતિદિન 6000 કરતા વધુ કીટ લોકોને આપવામાં આવે છે, જ્યારે અંધજન મંડળ અમદાવાદ દ્વારા, કોરોનાનાં આ કપરા સમયમાં , દિવ્યાંગ જનો માટે અનાજ કરિયાણાની કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

    કોરોના વાયરસની મહામારીને નિવારવા દરેક દેશ પોતાની રીતે ઝઝૂમી રહ્યો છે ત્યારે આ સંકટની ઘડીમાં હંમેશાની જેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ અને સામગ્રીનું વિતરણ કરી જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સુરતમાં પ્રતિદિન 6000 કરતા વધુ કીટ લોકોને આપવામાં આવે છે. અત્યાર સુધી આરએસએસના કાર્યકર્તાઓ 60000 કરતા વધુ કીટ વિતરણ કરી ચુક્યા છે. આ કિટમાં 5 કિલો લોટ ,ચોખા ,દાળ અને તેલનો સમાવેશ થાય છે

    અંધજન મંડળ અમદાવાદ દ્વારા, કોરોનાનાં આ કપરા સમયમાં , દિવ્યાંગ જનો માટે અનાજ કરિયાણાની કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ માટે સંસ્થાના સ્વયં સેવકો દ્વારા દરરોજ હજારોની સંખ્યામાં, અનાજ કરિયાણાની કિટો તૈયાર કરવામાં આવી રહી છે. આ કપરા સમયમાં દિવ્યાંગ જનો માટે ઘર ચલાવવું, ખૂબ મુશ્કેલ બન્યું છે, ત્યારે ભોજન માટે તેઓને અનાજ પહોંચાડવું જરૂરી બન્યું છે, ત્યારે અંધજન મંડળ દ્વારા દાતાઓના સહયોગ થી, આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં હાલ 2 હજાર જેટલા દિવ્યાંગજનોમાં અનાજની કિટોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ , હાલ 4 હજારથી પણ વધુ દિવ્યાંગ જનોને ઘરે કીટ પહોંચાડવામાં આવી છે. અને આ કાર્ય જરૂર હશે ત્યાં સુધી, દિવ્યાંગજનો માટે ચાલુ રહેશે , તેમ અંધજન મંડળના સંયોજક દિનેશભાઇ બહલ એ જણાવ્યું હતું. 

    કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર ના નેતૃત્વં હેઠળ બારડોલી નગર ભાજપ પરિવાર દ્વારા જરૂરિયાત મંદોને અનાજ વિતરણ કરાયું હતું. ખાસ કરીને જેમની પાસે રાશન કાર્ડ ન હોય, એવા તેમજ મધ્યમવર્ગીય 3600 જેટલા પરીવારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમને રાશનની કીટ વિતરણ કરવા માટે કીટ ભરેલા ટેમ્પાને અને કેબિનેટ મંત્રીએ લીલી ઝંડી બતાવી કીટ વિતરણ કરવા મોકલાવી હતી. લોક ડાઉનમાં જરૂરિયાત મંદો ના વ્હારે ઘણી સેવાકીય સંસ્થાઓ ઉભી રહી છે ત્યારે નગર ભાજપ સંગઠન દ્વારા 3600 જેટલી કિટ નું વિતરણ દરેક વોર્ડ દીઠ કરાતા બારડોલી નગર જનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply