ગુજરાતમાં કુલ 432 કેસમાં 50 ટકાથી વધુ કેસ અમદાવાદમાં
Live TV
-
રાજ્યમાં નવા 54 કેસ સહિત અત્યાર સુધીના કુલ કેસનો આંક 432 પર પહોંચ્યો- અમદાવાદમાં 31 અને વડોદરામાં 18 તેમજ આણંદમાં 3 નવા કેસ નોંધાયા. અત્યાર સુધીમાં 34 દર્દીઓ થયાં સાજા
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જંયતિ રવિએ જણાવ્યું હતું કે, 54 નવા કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ સંખ્યા 432 થઈ છે. અમદાવાદના 31, વડોદરા 18, આણંદના 3, સુરત 1 અને ભાવનગરનો એક કેસ છે. અત્યાર સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા 34 છે. કુલ 1593ના ટેસ્ટ કરાયા છે, જેમાંથી નેગેટીવ 1187, જ્યારે 124 પોઝીટીવ રિપોર્ટ છે, અને 282 પેન્ડિંગ રિપોર્ટ છે. અત્યાર સુધી 8331 ટેસ્ટ કરાયા છે. રાજ્યમાં 376 કેસ સ્ટેબલ છે.
ગુજરાત સરકાર દ્વારા કોરોના અંગે અપાયેલા આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવે તો જાણવા મળે છે કે, 432માંથી 50 ટકા જેટલા કેસ અમદાવાદના છે. ત્યારબાદ વડોદરામાં કુલ કેસન 17.8 ટકા કેસ જોવા મળી રહ્યા છે. બીજીતરફ પાટણ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત અને અમદાવાદ એમ સાત જિલ્લાઓમાં 10 થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે દાહોદ, સાબરકાંઠા, મોરબી, જામનગર, અને પંચમહાલ એમ પાંચ જિલ્લાઓમાં હજી એક જ કેસ નોંધાયો છે. રાજ્યમાં 14 જિલ્લા એવા છે જ્યાં હજી એક પણ કેસ નોંધાયો નથી
