કોરોના સંકટ વચ્ચે ફસાયેલા અમેરિકન નાગરિકોને લઇને સ્પેશિયલ ફ્લાઇટ આજે અમદાવાદથી રવાના થશે
Live TV
-
કોરોના વાયરસને પગલે ભારતમાં ફસાયેલા બ્રિટિસ નાગરિકો બાદ હવે અમેરિકાના નાગરિકો માટે પણ સ્પેશિયલ ફ્લાઇટ પણ અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થશે. બુધવારે બપોરે 4:30 અને 4:45ના એમ એર ઇન્ડિયાની બે ફ્લાઇટમાં અંદાજે 400 મુસાફરોને અમદાવાદથી વાયા મુંબઇથી અમેરિકા લઇ જવાશે. લોકડાઉન વચ્ચે અમદાવાદથી 1 કલાકમાં 3 ઇન્ટરનેશનલ ફ્લાઇટ રવાના થશે.
