કોરોના સંકટ વચ્ચે માસ્ક બનાવવાની અનોખી પહેલ, મહેસાણાના સાંસદે જાતે જ ચલાવ્યું સિલાઇ મશીન
Live TV
-
હાલમાં દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે નાગરિકોને વાઇરસના સંક્રમણ થી બચાવવા સરકાર સાથે સેવાભાવી લોકો મહત્વના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ મહામારીમાં લોકોને વાઇરસ થી રક્ષણ અપાવવા મહેસાણાના મહિલા સાંસદે વર્ષો બાદ પોતે જાતે જ સિલાઈ મશીન ચલાવી કપડાં ના માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે.
મહિલા સાંસદ શારદાબેન પટેલ દ્વારા બલોલ ગામની મહિલાઓ ને માસ્ક બનવવાની કામગીરી આપી અત્યાર સુધીમાં 15 હજાર થી વધુ માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે તો એક અંદાજ પ્રમાણે મહિલા સાંસદની પ્રેરણા થી મહિલાઓ સોસીયલ ડિસ્ટન્સ જાળવી પોતાના ઘરે રહી રોજના 4 હજાર ઉપરાંત માસ્ક બનાવે છે.
મહિલા સાંસદના આ ભગીરથ કાર્ય થી હાલમાં ગ્રામ્ય વિસ્તરના ગ્રામજનોને માસ્કની જરૂરિયાત પુરી પાડવાની સાથે સાથે માસ્ક બનવવામાં મદદરૂપ બનતી મહિલાઓને રોજગારી પણ આપવામાં આવી રહી છે
