કોરોના સામેની જંગમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપનારને 80-G હેઠળ કરમુક્તિ
Live TV
-
પ્રધાનમંત્રીના સચિવ અશ્વિનીકુમારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ, લોકોને કોરોના સામે લડવા માટે ઉદાર હાથે મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં, ફંડફાળો આપવાની અપીલ કરી છે. મુખ્યમંત્રી રાહત ભંડોળમાં જે કંઈ દાન આપવામાં આવશે તે આવકવેરા કાયદાની કલમ 80 હેઠળ મુક્તિને પાત્ર છે. રાજ્યમાં સાડા ત્રણ હજાર કરતા પણ વધુ લોકોએ , છેલ્લા બે દિવસમાં જ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રકમ જમા કરાવી છે. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે અંગત રૂ. ૧ લાખનું વ્યક્તિગત દાન, મુખ્યમંત્રી રાહત ભંડોળમાં કર્યું છે. કેશુભાઈએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી પણ છે. સાથોસાથ કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના પણ અધ્યક્ષ છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી રાજ્ય સરકારને મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં, રૂ. ૧ કરોડનું માતબર દાન આપવાની જાહેરાત પણ તેમણે કરી છે. સાથોસાથ કુંડલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા મુખ્યપ્રધાન રાહત ભંડોળમાં, રૂ. 25 લાખ જમા કરાવાયા છે. જાણીતી સામાજિક સંસ્થા સરદાર ધામે રૂ. 21 લાખનું દાન કર્યું છે. પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા ખોડલધામે રૂ. 21 લાખનું દાન કર્યું છે.
