ગુજરાત સરકારે બીજા રાજ્યોમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 25 બસોની વ્યવસ્થા કરી
Live TV
-
મુખ્ય સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, હરિદ્વાર યાત્રા કરવા ગયેલા કેટલાક ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા હોવાની સરકારને જાણકારી મળી હતી
દેશમાં લોક ડાઉનની પરિસ્થિતિને લઇને રાજ્યના નાગરીકો અન્ય રાજ્યોમાં ફસાયા હતા. જેમને ગુજરાતમાં પરત લાવવા માટે ગુજરાત સરકારે 28 બસોની વ્યવસ્થા કરી છે. આ અંગે જાણકારી આપતાં મુખ્ય સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, હરિદ્વાર યાત્રા કરવા ગયેલા કેટલાક ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા હોવાની સરકારને જાણકારી મળી હતી. જેમને પરત લાવવા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા બસની વ્યવસ્થા કર્યા બાદ ચાર જેટલી બસ આજે અમદાવાદ આવી પહોંચશે. જેમના માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાર બાદ તેમનું મેડિકલ ચેક અપ કરીને તેમને સુરત, રાજકોટ, ભાવનગર, આણંદ અને પેટલાદ પહોંચાડવામાં આવશે
