ખાનગી હોસ્પિટલમાં પણ ફ્રીમાં સારવાર મળે તે માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અમલી બનાવવામાં આવી
Live TV
-
લોકોના આરોગ્યની સારવાર સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજનાનો પ્રચાર અને પ્રયાસ થતાં લોકો આ સેવાનો લાભ લેતા થયાં છે. જસદણ જિલ્લાના દેવપરા ગામના ધનાની પત્નીને છેલ્લા સાતથી આઠ વર્ષથી શ્વાસની બીમારી હતી. તેમણે આયુષ્યમાન યોજના અંતર્ગત આ સારવાર કરાવી હતી.
આજ રીતે ગોંડલ તાલુકામાં શાકભાજી વેચવાનું કામ કરનારા મુકેશને હૃદયની બીમારી હતી. વાલનું ઓપરેશન કરાવવા માટે તેમની પાસે નાણા ન હતાં. સરકારની આયુષ્માન યોજના અંતર્ગત તેમનું વાલનું ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં મફત થયું હતું.
રવિરાજ લુણાગરિયાની પત્નીને કિડનીની બીમારી હતી. જેની જાણ તેમને ગર્ભાવસ્થા દરમિયાન થઇ હતી. બાળકીના જન્મ બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રવિરાજની પત્નીનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું. કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન માટે કિડની રવિરાજના સસરાએ આપી હતી પરંતુ સમગ્ર ઓપરેશનનો ખર્ચ સરકારની યોજના અંતર્ગત સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યો હતો.
