Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન 238 કોલેજોમાં આપવામાં આવશે યોગની તાલીમ

Live TV

X
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન 238 કોલેજોમાં યોગની તાલીમ અપાશે. તેમજ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતી અને ગૌ-સંવર્ધન અંગે ગૌ-કૃષિવિદ્યા કેન્દ્ર શરૂ કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના દિનના કાર્યક્રમમાં કુલપતિ ગિરીશ ભિમાણીએ આ મુજબ જણાવ્યું હતું.

    તેમણે યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલી નવી પહેલોની માહિતી આપી હતી. ગુજરાત યોગ બોર્ડ દ્વારા યુનિવર્સિટી સાથે જોડાયેલી 238 કોલેજોમાં વિદ્યાર્થીઓને યોગની તાલીમ અપાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી શુભેચ્છાઓ આપી સંબોધન કર્યું હતું.

    રાજ્યપાલે યુવાનોને પોતાના જન્મદિને વૃક્ષારોપણ કરવાનો અને વાવેલા વૃક્ષોનું જતન કરવાનો અનુરોધ કર્યો હતો. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નવી શિક્ષણ નીતિની વિશેષતાઓ જણાવીને સંશોધન આધારીત શિક્ષણ જ યુવાનોને વૈશ્વિક હરીફાઈમાં મદદરૂપ બનશે તેમ જણાવ્યું હતું. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના વિકાસમાં ઉપયોગી વ્યાખ્યાનમાળાઓ રમત-ગમતો તથા સામાજીક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્તરે કાંસ્ય ચંદ્રક જીતનાર દિવ્યાંગ ખેલાડી હેમાલીનું સન્માન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply