ખેડામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો
Live TV
-
ખેડા સંસદીય મતવિભાગની મતગણતરી આઇ.વી.પટેલ કોમર્સ કોલેજ, કોલેજ રોડ, નડિયાદ ખાતે હાથ ધરવામાં આવનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.
23 મેના રોજ લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. ખેડા સંસદીય મતવિભાગની મતગણતરી આઇ.વી.પટેલ કોમર્સ કોલેજ, કોલેજ રોડ, નડિયાદ ખાતે હાથ ધરવામાં આવનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલે જણાવ્યું છે. નડિયાદમાં આંબેડકર ભવન ખાતે મતગણતરીમાં રોકાયેલ કાઉન્ટીંગ સુપરવાઇઝર, મદદનીશ કાઉન્ટીંગ સુપરવાઇઝર, માઇક્રોઓબ્ઝર્વર સહિત 300 ઉપરાંત સ્ટાફને મતગણતરી અંગેની તાલીમ આપવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલે મતગણતરી દરમિયાન તમામ સ્ટાફે ખૂબજ કાળજી અને ચીવટ પૂર્વક કામગીરી હાથ ધરવા અંગે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. મતગણતરી કેન્દ્રોમાં CCTV કેમેરાની નજર હેઠળ મતગણતરી કરવામાં આવશે. મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
