ખેડા જિલ્લામાં 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી
Live TV
-
ખેડા જિલ્લામાં 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી: યુવાઓને રાષ્ટ્ર સમર્પિત કાર્ય માટે લોકસાહિત્યકાર ડૉ. નિર્મલદાન ગઢવીની અપીલ
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા દ્વારા નડિયાદ ખાતે આવેલી દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં 'વિકાસ સપ્તાહ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે 'વ્યાખ્યાન માળા અને સાંસ્કૃતિક કાર્યક્રમ'નું સફળ આયોજન થયું હતું.
આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર અને જાણીતા વક્તા ડૉ. નિર્મલદાન ગઢવી અને વક્તા દધીચિ ઠાકરેએ ખાસ ઉપસ્થિત રહી યુવાઓને સંબોધિત કર્યા હતા. બંને વક્તાઓએ શૌર્ય, શૃંગાર અને હાસ્ય રસની અદ્ભુત રજૂઆતો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
વ્યાખ્યાન દરમિયાન, ડૉ. નિર્મલદાન ગઢવીએ નડિયાદના યુવાઓને રાષ્ટ્ર સમર્પિત કાર્યો કરવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે ભાવનાત્મક અપીલ કરી હતી.
આ અવસરે કોલેજની વિદ્યાર્થીનીઓએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં બાળાઓ દ્વારા 'ઓપરેશન સિંદુર' ગરબો અને 'જયતુ જયતુ ગુજરાતમ' ગીત પર સુંદર નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌએ ખૂબ વખાણી હતી. આ કાર્યક્રમથી યુવાનોમાં રાષ્ટ્રભાવના અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થયું હતું.
