Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય ડાક સપ્તાહ: અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં 6 થી 10 ઓક્ટોબર દરમિયાન ઉજવણી

Live TV

X
  • રાષ્ટ્રીય ડાક સપ્તાહ: અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં 6 થી 10 ઓક્ટોબર દરમિયાન ઉજવણી, પોસ્ટ ઓફિસની આધુનિક સેવાઓ પર ભાર

    સમગ્ર દેશની જેમ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં પણ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન 'રાષ્ટ્રીય ડાક સપ્તાહ' ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ દરમિયાન ડાક સેવાઓમાં થયેલા નવીનીકરણ અંગે જાગૃતિ ફેલાવવા અને ગ્રાહક આધારના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

    ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે આ વર્ષે 'રાષ્ટ્રીય ડાક સપ્તાહ'નું આયોજન ડાક પ્રૌદ્યોગિકી (ટેક્નોલોજી)ના સુધારાને અનુરૂપ કરવામાં આવ્યું છે. આ આયોજન ભારતીય ડાકની આધુનિકતા અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તાજેતરમાં શરૂ કરાયેલ એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી 2.0 ડાક નેટવર્કને ઝડપી, વધુ વિશ્વસનીય અને પારદર્શક સિસ્ટમમાં પરિવર્તિત કરી રહી છે.

    તેમણે ઉમેર્યું હતું કે પરંપરાગત સેવાઓ સિવાય પોસ્ટઓફિસો દ્વારા નાગરિક કેન્દ્રિત તથા નાણાકીય સેવાઓ દેશના દરેક ખૂણામાં પહોંચાડવામાં આવી રહી છે, જેમાં નાણાકીય સમાવેશ (Financial Inclusion), ડિજિટલ સશક્તિકરણ અને અંતિમ છોર સુધીની પહોંચને વધુ મજબૂત બનાવવામાં આવશે.

    ડાક સપ્તાહ દરમિયાન દરરોજ વિશેષ કાર્યક્રમો:

    પોસ્ટમાસ્ટર જનરલ શ્રી યાદવે માહિતી આપી હતી કે 'રાષ્ટ્રીય ડાક સપ્તાહ' દરમિયાન દરરોજ એક ખાસ ઉત્પાદન અથવા સેવાને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થશે:

    6 ઓક્ટોબર: ટેકનોલોજી દિવસ

    7 ઓક્ટોબર: નાણાકીય સમાવેશ દિવસ

    8 ઓક્ટોબર: ફિલાટેલી અને નાગરિક કેન્દ્રિત સેવાઓ દિવસ

    9 ઓક્ટોબર: વિશ્વ ડાક દિવસ (વર્ષની થીમ: '#પોસ્ટ ફોર પીપલ, લોકલ સર્વિસ ગ્લોબલ રીચ')

    10 ઓક્ટોબર: ગ્રાહક દિવસ

    ઓઢવ GIDC ખાતે ડાક મેળાનું આયોજન:

    આ ઉજવણીના ભાગરૂપે, ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં ડાક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે અમદાવાદના ઓઢવ GIDC ખાતે આયોજિત ડાક મેળામાં મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    આ મેળામાં નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી મળી રહે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને પોસ્ટ વિભાગની મહિલા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન બચત પત્રક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) સહિત વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, આધારકાર્ડ સંબંધિત સેવાઓ માટે પણ સ્ટોલ લગાવીને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

    કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 'ડાક સેવા આપકે દ્વાર'ના માધ્યમથી પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી વિવિધ આધુનિક સેવાઓને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply